Ahmedabad Crime Diary: એક દિવસ અનેક ક્રાઇમના બનાવ, ક્યાંક જુગારિયા તો ક્યાંક બુટલેગર ઝડપાયા

અમદાવાદ (Ahmedabad) શહેરના જુદા જુદા વિસ્તારમાં આજે ક્રાઇમના (Crime) અનેક ગુનાઓ નોંધાયા છે. કયાંક છેતરપિંડી આચરવાનો ગુનો નોંધાયો છે. તો ક્યાંક જુગારીઓ ઝડપાયા છે.

Ahmedabad Crime Diary: એક દિવસ અનેક ક્રાઇમના બનાવ, ક્યાંક જુગારિયા તો ક્યાંક બુટલેગર ઝડપાયા
અમદાવાદ જિલ્લામાં બની ક્રાઇમની અનેક ઘટના
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 29, 2022 | 9:49 PM

અમદાવાદમાં (Ahmedabad ) ક્રાઇમની (Crime) ઘટનાઓ જાણે દિવસે દિવસે વધતી જઇ રહી છે. અમદાવાદ  જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં આજે ક્રાઇમના અનેક ગુનાઓ નોંધાયા છે. કયાંક છેતરપિંડી આચરવાનો ગુનો નોંધાયો છે. તો ક્યાંક જુગારીઓ ઝડપાયા છે. તો ક્યાંક દારુનો વેપલો ચાલતો હોવાનું પોલીસે ઝડપી લીધુ છે. અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાઓને લઇને પોલીસે (Ahmedabad Police) કાર્યવાહી હાથ ધરી છે.

અસલાલી વિસ્તારમાં છેતરપિંડીનો બનાવ

અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબુભાઈ ભરવાડ સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. બાબુભાઈ ભરવાડ એસ. બી.આઇ બેન્કના એટીએમ કાર્ડ મારફતે બારેજા ખાતે આવેલી ડીસીબી બેન્કના એટીએમમાંથી રૂપીયા ઉપાડતા હતા, તે સમયે અજાણ્યા લોકોએ તેમની નજર ચૂકવી તેમનું એ. ટી.એમ તથા ડાયલ કરેલો પીનકોડ નંબરની બીજું એ. ટી.એમ બતાવી બાબુભાઈને વિશ્વાસમાં લઇ તેનું એટીએમ કાર્ડ ચોરી કરી 30 હજાર પાંચસો રૂપિયા ઉપાડી છેતરપિંડીની કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.

બોપલ વિસ્તારમાં જુગારિયા ઝડપાયા

અમદાવાદ જિલ્લાના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી. જે દરમિયાન બાતમીના આધારે લીલાપુર ગામ આવાસમાં ચમનજી હીરાજી ઠાકોરના મકાન આગળ આવેલી ખુલ્લી જગ્યામાં અમુક લોકો જાહેરમાં જુગાર રમી રહ્યા હતા, આ માહિતીના આધારે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો અને ખૂલ્લા ભાગને કોર્ડન કરી જુગાર રમતા સાત લોકોને ઝડપી પાડયા છે. પોલીસે રોકડ અને અન્ય વસ્તુઓ સહિત કુલ ૩૫ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ચાંગોદર વિસ્તારમાં જુગારનો અડ્ડો પકડાયો

અમદાવાદ જિલ્લાના ચાંગોદર પોલીસ વિસ્તારમાં જુગારના અડ્ડા પર પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે દિગ્વિજયસિંહ સોલંકી કે જેઓ પરબડી પાસે મોડાસર રહે છે અને તે જુગાર રમાડી રહ્યા છે, જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડી જુગાર રમતા 9 લોકોની ધરપકડ કરી છે, જેમની પાસેથી પોલીસે રોકડ, મોબાઇલ, વાહન મળી કુલ 131000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કણભા – બાવળા વિસ્તારમાં બુટલેગર ઝડપાયા

કણભા પોલીસે અલગ અલગ જગ્યાઓ પરથી કોઈ પણ પ્રકારની પાસ પરમિટ વગર જ દેશી દારૂ વેચતા ગત્રડ રાજલપરાનાં બુધાજી શંકરજી, દશક્રોઇનાં તળાવની પાળ પાસેથી જશુભાઇ ખોડાભાઈ, છાપરા વિસ્તારમાંથી કનુભાઈ ઠાકોર, બાવળાના અરવિંદ ગોરધનને દેશી દારૂ વેચતા ઝડપી પાડયા છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">