Amreli : પૂરમાં તણાઈ રહ્યા છે ઢોર, વીડિયો થયો વાયરલ

|

Jun 14, 2022 | 2:52 PM

રાજ્યમાં શરૂ થયેલા ચોમાસને પગલે અમરેલીમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યા છે વરસાદને પગલે (Amreli) અમરેલીના બાબરાના કોટડાપિઠામાં ઢોર તણાયા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો.

Amreli : પૂરમાં તણાઈ રહ્યા છે ઢોર, વીડિયો થયો વાયરલ

Follow us on

રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકામાં નોંધપાત્ર વરસાદ  (Rain) નોંધાયો છે ત્યારે આજે પણ દીવ, અમરેલી (Amreli) સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અને અમરેલીમાં વરસાદ દરમિયાન બાબરાના કોટડાપિઠા ગામે નદીના પૂરમાં ઢોર તણાયા હોવાની ઘટના સામે આવી હતી. આ અંગેનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં જોવા મળતું હતું કે ધસમસતા પ્રવાહમાં ગાય તણાઈ રહી છે. આ ઘટનામાં સ્થાનિકોએ ઢોરને બચાવવા માટેના પ્રયત્નો પણ કર્યા હતા.

નોંધનીય છે કે  અમરેલીમાં છેલ્લા ચાર દિવસથી આવી રહેલા વરસાદને પગલે અમરેલીમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે ત્યારે ખેડૂતો ખુશખુશાલ છે અને વાવણીની શરૂઆત પણ કરી છે.  જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સૌરાષ્ટ્રના ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાયા હતા. રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વધતા ઓછા અંશે વરસાદ થયો છે ત્યારે ગત રોજ અમરેલીના વડિયામાં 34 મિલીલિટર વરસાદ નોંધાયો હતો.  અમરેલીમાં પ્રિ -મોન્સૂન એકટિવિટીના ભાગ રૂપે 8 જૂનના રોજ જે વરસાદ ખાબક્યો હતો.  ત્યારે વરસાદને પરિણામે માત્ર બે કલાકના વરસાદમાં લાઠીના જરખીયાની સ્થાનિક નદી છલકાઈ ઉઠી હતી અને પૂર જેવી સ્થિતિ થઈ ગઈ હતી. તો અમરેલીના કુંકાવાવના ગત રોજ  સિઝનના પ્રથમ વરસાદે જ ચેકડેમ છલકાઈ ઉઠયો હતો  અને ચેકડેમ છલકાતા સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું.

આ તરફ અમરેલી, જામનગર, જૂનાગઢ અને કચ્છ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા હતા. કચ્છ જિલ્લામાં સિઝનનો પ્રથમ વરસાદ તોફાની બની ગયો હતો ધોધમાર વરસાદ સાથે વીજળી પડતા બે લોકોના મોત થયા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

 

 

Next Article