AMRELI : બાબરા માર્કેટયાર્ડની નવી પહેલ, કપાસની આવક વધતા હવે સીધી હરાજી કરવામા આવશે

બાબરા માર્કેટયાર્ડમાં કપાસના સારા ભાવ મળતા આજુબાજુના તાલુકાના ખેડૂતો પણ પોતાનો કપાસ લઈને બાબરા માર્કેટયાર્ડમાં વેચવા આવી રહ્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 11:00 PM

AMRELI : અમરેલી જીલ્લાના બાબરા માર્કેટયાર્ડ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. મોટા પ્રમાણમાં વાહનોમાં આવતા કપાસના ફાલની સીધી હરાજી કરવામા આવશે, જેથી ખેડૂતો, વાહનચાલકો અને વેપારીનો સમય બચશે.તો આ તરફ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં 22,000 મણ કપાસની આવક થતા માર્કેટ યાર્ડ કપાસથી છલકાયું છે. કપાસના પ્રતિ મણ રૂ.890 થી 1655 સુધીના ભાવ બોલાતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે અને ખેડૂતો પહેલી વીણીનો કપાસ ખેતરેથી લઈને સિધા માર્કેટયાર્ડ ખાતે પહોંચ્યા છે.

બાબરા માર્કેટયાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવક થઇ રહી છે. આ અંગે બાબરા માર્કેટયાર્ડના વાઈસ ચેરમેન બીપીન રાદડિયા એ જણાવ્યું કે બાબરા માર્કેટ યાર્ડમાં 18,000 મણથી કપાસની આવક શરૂ થઇ છે. તેમણે કહ્યું કે ખેડૂતોને અહી પોષણક્ષમ ભાવો મળી રહ્યાં છે.

બાબરા માર્કેટયાર્ડના વેપારી ટીકુભાઈ જીયાનીએ કહ્યું કે બાબરા માર્કેટયાર્ડમાં દરરોજ 20,000 મણથી વધુ કપાસની આવક થઇ રહી છે. તેમણે કહ્યું 20 થી 25 હજાર મણ કપાસની આવક થવાની સાથે બાબરા માર્કેટયાર્ડમાં ખેડૂતોને પણ સારા ભાવો મળી રહ્યાં છે. બાબરા માર્કેટયાર્ડમાં કપાસના સારા ભાવ મળતા આજુબાજુના તાલુકાના ખેડૂતો પણ પોતાનો કપાસ લઈને બાબરા માર્કેટયાર્ડમાં વેચવા આવી રહ્યાં છે.

આ પણ વાંચો : સિંહ દર્શન : 4 મહિના બાદ ગીર અભયારણ્ય ખુલ્યું, ડાલામથ્થાને નજીકથી જોવા પ્રવાસીઓ ઉમટ્યા, 100 ટકા બુકિંગ થયું

આ પણ વાંચો : કલમ 370 હટવાથી વિકાસનો માર્ગ બધા માટે ખુલ્યો, કાશ્મીરી હિન્દુઓનું કરાવવું પડશે પુનર્વસન: RSS પ્રમુખ મોહન ભાગવત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">