અમરેલી : સાવરકુંડલામાં દિવાળીમાં ઇંગોરિયા ઉત્સવની પરંપરા, જાણો શું છે આ પરંપરા ?

|

Nov 05, 2021 | 11:08 AM

આ કોઈ યુદ્ધ નહીં પણ સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક ભાગ છે. આ રમત સાવરકુંડલાના નાવલી ચોક, રાઉન્ડ વિસ્તાર અને દેવલાગેઇટ વિસ્તારમાં રમાય છે.

અમરેલી : સાવરકુંડલામાં દિવાળીમાં ઇંગોરિયા ઉત્સવની પરંપરા, જાણો શું છે આ પરંપરા ?
Amreli: Tradition of Ingoria festival on Diwali in Savarkundla

Follow us on

કેટલાક સ્થળો એવા હોય છે જ્યાં દિવાળીનો તહેવાર વિશેષ રીતે મનાવાતો હોય છે. આવું જ એક સ્થળ છે અમરેલીનું સાવરકુંડલા. અહીં જામે છે ઈંગોરિયાની એવી લડાઈ કે, બસ જોઈને રુવાડા ઉભા થઈ જાય. પહેલી નજરે તો એમ લાગે કે કોઈ યુદ્ધ ચાલી રહ્યું હશે. પરંતુ આ કોઈ યુદ્ધ નહીં પણ સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક ભાગ છે. આ રમત સાવરકુંડલાના નાવલી ચોક, રાઉન્ડ વિસ્તાર અને દેવલાગેઇટ વિસ્તારમાં રમાય છે. સાવરકુંડલા દુનિયામાં એક માત્ર એવું સ્થળ છે જ્યાં શિવાકાશીના ફટાકડાના બદલે જાતે બનાવાયેલા ફટાકડા યુવાનો એકબીજા પર ફેંકે છે. લોકો સળગતા આગના ગોળા હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનું ફુલ પકડ્યું હોય. ત્યારબાદ તેઓ ઈંગોરિયા ફટાકડા એકબીજા પર ફેંકીને ઉજવણી કરે છે. આ પરંપરા 100 વર્ષથી ચાલતી આવે છે. પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ યુધ્ધ જામતું હતું. હવે શહેરના મુખ્ય ત્રણ ચોકમાં આ રમત રમાતી રહે છે. આ રમત જોવા લોકો અમદાવાદ, મુંબઈ, કોલકાતા, રાજકોટ જેવા મોટા શહેરોમાંથી લોકો ઉમટી પડે છે.

સાવરકુંડલા દિવાળીની રાત્રે રમાઇ છે ઇંગોરિયા યુદ્ધ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં 7 દાયકાથી પરંપરાગત રીતે દીવાળીનીં રાત્રે ઇંગોરિયા યુદ્ધ જામે છે, જે પરંપરાને હજી પણ જાળવી રાખવામાં આવી છે. આ લડાઈ જોવા દૂર દૂરથી માણસો સાવરકુંડલા જીલ્લાની અંદર ઉમટે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સાવર અને કુંડલા વચ્ચે રમાઇ છે યુદ્ધ

અહીંના લોકો સાવર અને કુંડલા એમ બે વિભાગની અંદર એટલે કે બે જૂથ ની અંદર વહેંચાઈ જાય છે અને સામસામા ઈંગોરીયા વડે યુદ્ધ કરે છે જેની અંદર ધક્કામુકી એકબીજાને પાછળ ખસેડવા તેમજ ઈંગોરીયાની રોમાંચક લડાઈનો આનંદ લોકો અહીં લે છે, ઘણીવાર અમુક લોકોના કપડામાં પણ આગ લાગી જાય છે.આ નિર્દોષ રમતની અંદર ક્યારે પણ માથાકૂટ થતી નથી લોકો અને સહજતાથી રાતે 10:00 થી સવાર સુધી રમે છે, આ અનોખી લડાઈની રમત આજે પણ રમવામાં આવે છે એ પણ પારંપરિક રીતે.

આ રીતે કરે છે યુદ્ધની તૈયારી

ઇંગોરિયાનું વૃક્ષ લગભગ દસ ફૂટ સુધી હોય છે તેમાં લાગતા ચીકુ જેવાં ફળને ઇંગોરિયા તરીકે ઓળખવામાં આવે છે, ગ્રામ્ય વિસ્તારમાં દિવાળી આવતાં આ એક મહિના પહેલાં જ યુવાનો દ્વારા આ વૃક્ષને શોધીને તેના ફળ તોડીને સૂકવી દેવામાં આવે છે, ત્યાર પછી તેની છાલ ઉપર ચપ્પુ વડે કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ ઠસોઠસ ભરી દેવામાં આવે છે.

ત્યારે નદીમાંથી મળેલા અથવા બનાવવામાં આવેલા પથ્થરના ભુક્કાથી આ કાણું બંધ કરી દેવામાં આવે છે, ત્યારબાદ આ ઈંગોરીયું યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે પછી દિવાળીની રાત્રે આવા હજારો ઈંગોરીયા તૈયાર કરી તેને સળગાવીને લડવૈયાઓ આગનું યુદ્ધ રમવા તૈયાર થઈ જાય છે અને સામ-સામા સળગતા ઈંગોરીયા રેકી આ યુદ્ધ કરે છે. જો કે હવે ઇંગોરિયાના વૃક્ષોમાં ઘટ જોવા મળી રહી છે જેથી ઇંગોરિયાના સ્થાને યુવકો કોકડાથી આ અનોખી જોવા જેવી આતીશબાજી કરે છે.

 

આ પણ વાંચો : નવા વર્ષે સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીના દર્શન-પૂજન કર્યા

Next Article