Amreli: નિર્લિપ્ત રાયનો ભવ્ય વિદાય સમારંભ, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
અમરેલીમાં નિર્લિપ્ત રાય (Nirlipta Rai) કરેલી કામગીરી બદલ તેમણે ખુબ લોકચાહના મેળવી હતી જેના પગલે અમરેલીમાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં અને કાર્યક્રમ સ્થળે પધારેલા તેમનું ગુલાબની પાખડીઓથી સ્વાગત કરાયું હતું.
અમરેલી (Amareli) માં લગભગ પોણા ચાર વર્ષ સુધી એસપી તરીકે ફરજ બજાવ્યા બાદ નિર્લિપ્ત રાય (Nirlipta Rai) ની ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર (Gandhinagar) સ્ટેટ મોનિટરિંગ સેલના SP તરીકે બદલી કરવામાં આવી છે. અમરેલીમાં તેમણે કરેલી કામગીરી બદલ તેમણે ખુબ લોકચાહના મેળવી હતી જેના પગલે અમરેલીમાં તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં અને કાર્યક્રમ સ્થળે પધારેલા નિર્લિપ્ત રાયનું ગુલાબની પાખડીઓથી સ્વાગત કરાયું હતું.
અમરેલી સિનિયર સીટીઝન પાર્ક ખાતે નિર્લિપ્ત રાયનો વિદાય સમારંભ યોજાયો હતો. ડો.ભરત કાનાબાર દ્વારા આ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરીજનો બહોળી સંખ્યામાં હાજર રહી કર્યું અભિવાદન કર્યું હતું. અમરેલીની જનતા કહે છે લોકોની સુખાકારી સલામતી કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઐતિહાસિક બનાવનાર પ્રથમ એસપી છે જેના કારણે લોકો સેલ્ફી લેવા માટે દોડધામ કરતા હતા.
અમરેલીના એસપી નિરલિપ્ત રાયએ પ્રથમ વખત જાહેર જનતાને સંબોધન કર્યું અને કહ્યું હતું કે, મને અમરેલીની જનતાએ વ્યાજના ધંધા કરતા લોકો અને ગેરકાયદેસર રૂપિયાની ઉઘરાણી કરતા લોકો અને મહિલાઓની સલામતી બાબતે બાતમીઓ આપી તેની માટે હું જાહેર જનતાનો આભાર માનુ છુ.
નિર્લિપ્ત રાય ગુજરાતના IPS લોબીમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ પોણા 4 વર્ષ જેટલો સમય ફરજ નિભાવ્યો છે. અમરેલી જિલ્લામાં વર્ષ 2018માં બીટ કોઈન કાંડમાં એ વખતના ખુદ એસપી જગદીશ પટેલની સી.આઈ.ડી.ક્રાઇમએ ધરપકડ કરી હતી. અને અમરેલી પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા હતા. ત્યારબાદ અમરેલી જિલ્લાના ગુનેગારો અને ભ્રષ્ટાચારી પોલીસની શાન ઠેકાણે પાડવા SP નિર્લિપ્ત રાયનો ઓર્ડર થયો, પોણા 4 વર્ષ દરમ્યાન ગુનાહિત પ્રવૃત્તિ કરનારા તમામ લોકોને જેલ ભેગા કરી દીધા, અનેક ગુનાખોરી કરનારા તત્વો અમરેલી છોડી અન્ય વિસ્તારમાં ભાગી ગયા.
નિરલિપ્ત રાયનો ભવ્ય વિદાય સમારંભ, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા#nirliptRai #Amreli #ViralVideo #Gujarat #TV9News pic.twitter.com/Eh4sVAweG0
— Tv9 Gujarati (@tv9gujarati) April 6, 2022
રાજય સરકાર દ્વારા રાજયભરમાં દારૂ જુગાર પર અંકુશ આવે તે માટે અમરેલીના જાંબાઝ IPS નિર્લિપ્ત રાયને SP તરીકે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલમાં નિમણુંક કરાઇ છે. આ સમાચાર સાંભળી ઉત્તર અને સાઉથ સૌરાષ્ટ્ર-ગુજરાતના પોલીસ કર્મીઓ ફફડી ઉઠ્યા છે. કેમ કે આ નિર્લિપ્ત રાય ગુન્હેગારો પહેલા ભ્રષ્ટાચારી પોલીસકર્મી અને ગુન્હેગારો સાથે સાંઠગાઠ ધરાવતા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સામે કડકાઇથી કામગીરી કરે છે. અમરેલી જિલ્લામાં 130 જેટલા માત્ર પોલીસકર્મીઓ સસ્પેન્ડ કર્યા છે. અહીં પોણા 4 વર્ષ દરમ્યાન ફરજ પર બેદરકારી અને ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા પોલીસકર્મીઓ વિરુદ્ધ પર તવાઇ બોલાવી હતી. કાયદો કોને કહેવાય અને કાયદા પ્રમાણે કેવી રીતે ફરજ બજાવાય તેવા અમરેલીમાં અનેક દાખલા છે.
આ પણ વાંચોઃ Dahod: આદિવાસી સંમેલનમાં મોદી આવવાના હોવાથી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો