અમરેલીના ધારાસભ્ય કૌષિક વેકરિયાને બદનામ કરવાના ષડયંત્રમાં મનિષ વઘાસિયાની ઓફિસેથી પોલીસને હાથ લાગ્યા સજ્જડ પૂરાવા- જુઓ Video

|

Dec 30, 2024 | 5:36 PM

અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની બદનામી માટેના ષડયંત્રમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર મનીષ વઘાસિયાની ઓફિસમાંથી પોલીસને મહત્વના પુરાવા મળ્યા છે. પોલીસે મનીષ વઘાસિયા સહિત ચાર કાર્યકરોની ધરપકડ કરી છે. આ ઘટનાથી ભાજપમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

અમરેલીના MLA અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. ભાજપના પૂર્વ હોદ્દેદાર મનીષ વઘાસીયા સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી છે. પોલીસ સૌપ્રથમ વાર આરોપી મનીષની ઓફિસ પહોંચી અને તપાસ હાથ ધરી છે. આ તપાસમાં સામે આવ્યુ છે કે આરોપી મનિષ વઘાસિયાએ બનાવટી લેટરપેડ કુરિયર કર્યા હતા. કુરિયર મારફતે લેટરપેડ મોકલ્યા હતા. હાલ પોલીસે વધુ કેટલા બનાવટી લેટર પેડ બનાવ્યા છે તે અંગે તપાસ હાથ ધરી છે. પોલીસે તેમના કાર્યાલય સહિત ઘરે પણ તપાસ શરૂ કરી છે.

મુખ્ય આરોપી મનીષ વઘાસીયાની પૂછપરછમાં સામે આવ્યુ કે વઘાસીયાને તાલુકા પ્રમુખ બનવામાં કૌશિક વેકરીયા અને તાલુકા પંચાયત પ્રમુખ બંને અવરોધ બનતા હતા. જેથી બોગસ લેટરપેડ વાયરલ કર્યો હતો. હજુ, આ અંગે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસો થવાની શક્યતા છે.

દિગ્ગજ નેતાઓ સુધી પહોંચી શકે છે કનેક્શન

મનિષ વઘાસિયાની ઓફિસ ટ્રેડ સેન્ટર કોમ્પ્લેક્સમાં પૂર્વ સાંસદ નારણ કાછડીયાના કાર્યાલયની બાજુમાં આવેલી છે. ત્યારે, હવે બોગસ લેટરપેડનું કનેક્શન દિગ્ગજ નેતાઓ સુધી પહોંચે તેવી શક્યતા છે. જેને લઇ અમરેલી સહિત સૌરાષ્ટ્ર ભાજપમાં મોટા ભૂકંપની આશંકા છે. મહત્વનું છે, મુખ્ય આરોપી મનીષ વઘાસીયા અમરેલી તાલુકા યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ છે અને જશવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોળીયા સહિતના કાર્યકરો ભાજપના જ હોવાને કારણે ખળભળાટ મચ્યો છે. હાલ ભાજપના કાર્યકરોની સંડોવણી ખુલતા ફરી જૂથવાદ સામે આવ્યો છે. જોકે આ મુદ્દે દિગજ્જ નેતાઓએ મૌન ધારણ કર્યું છે.

Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન
જયા કિશોરી, ધીરેન્દ્ર શાસ્ત્રી, પ્રેમાનંદ મહારાજ... જાણીતા આધ્યાત્મિક ગુરુઓ રોજ શું ખાય છે?
તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન
પેટની બધી ગંદકી થઈ જશે સાફ, આ સફેદ વસ્તુને ગોળ સાથે ખાવાનું શરૂ કરી દો
મહાકુંભમાં આવ્યા છોટૂ બાબા,32 વર્ષથી નથી કર્યુ સ્નાન
Gundar benefits : મહિલાઓ માટે ગુંદર છે વરદાન, ફાયદા સાંભળી ચોંકી જશો

“જે લોકોએ કૃત્ય કર્યું તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવાની માગ”

આપને જણાવી દઇએ, ગઇ કાલે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામે એક લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. જેમાં કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ થયો. જેને લઇ મામલો SP સુધી પહોંચ્યો. આ બાબતના એવા પ્રત્યાઘાત પડ્યા કે કૌશિક વેકરિયાના સમર્થનમાં કાર્યકરો ગાંધીનગર સુધી પહોંચી ગયા. આ મામલે, તાલુકા પંચાયત પ્રમુખે સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. જે બાદ LCBએ તપાસ કરતા ખુલાસો થયો કે કૌશિક વેકરિયા અને કિશોર કાનપરીયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા કાવતરૂં કરાયું. અનેક આક્ષેપો અને કોમ્પ્યુટરમાં સહી-સિક્કા લગાવી ખોટું લખાણ કરાયું હતું. જેનો હેતુ, લોકોમાં ભય પેદા કરવાનો અને છેતરપિંડી કરવાનો હતો. આ બોગસ લેટરપેડની જાણ થતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Input Credit- Jaydev Kathi- Amreli

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article