Amreli : સાવરકુંડલાના સુરજવડી નદીના ચેકડેમમાં મોટું ગાબડું, લાખો ગેલન પાણીનો વેડફાટ

|

Sep 10, 2021 | 7:18 PM

સાવરકુંડલા તાલુકાના સુરજવડી નદી પર આવેલા ચેકડેમમાં મોટું ગાબડું પડતાં લાખો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

Amreli : સાવરકુંડલાના સુરજવડી નદીના ચેકડેમમાં મોટું ગાબડું, લાખો ગેલન પાણીનો વેડફાટ
Amreli: Large gap in Surajwadi river check dam in Savarkundla, millions of gallons of water wasted

Follow us on

વરસાદની આગાહીના પગલે અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ થયો તમામ જળાશયો છલકાઈ ગયા. સાવરકુંડલા તાલુકાના સુરજવડી નદી પર આવેલા ચેકડેમમાં મોટું ગાબડું પડતાં લાખો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

સાવરકુંડલા નજીક સુરજવડી નદી પર આવેલો ચેકડેમ. આ ચેકડેમમાંથી આસપાસના આઠથી દસ ગામના ખેડૂતોના કુવાના તળ ખુબ જ પાણીથી ભરપૂર રહે છે. અને ખેતી માટે બારેમાસ પિયત કરી શકે તેટલું પાણી તેમના કૂવામાં ભરપૂર રહે છે.અમરેલી જિલ્લાના અનરાધાર વરસાદને કારણે આ નદી પર આવેલ ચેકડેમની સાઈડમાં ગાબડું પડતાં લાખો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

જોકે ચેકડેમની હાલત પણ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. મોટા મસ્ત ગાબડાં પડી ગયા છે. આ આસપાસના ખેડૂતો માટે જો તાત્કાલિક આ ગાબડું પુરવામાં નહીં આવે તો થોડા જ દિવસોમાં આ ડેમ ખાલી થઈ જશે અને ખેડૂતોને પારાવાર મુશ્કેલી સર્જાય શકે છે. અગ્રણીઓએ આ બાબતે રજૂઆત કરી હોવા છતાં તંત્રએ બેદરકારી દાખવી હોવાનો સામે આવી રહ્યું છે. ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક આ ગામડું પૂરવામાં આવે તો પાણી બચી જશે અને આ ખખડધજ થયેલા ડેમની સ્થિતિ સુધરે નીચાણવાળા ગામડાઓ સલામત થઈ જશે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ હતો. આ વરસાદને લઈને જિલ્લાના મોટાભાગના જળાશયોમાં નવા નીર આવ્યા છે. જિલ્લાના 10 ડેમોમાં પણ નવા નીર આવતા સ્થાનિકોમાં અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પરંતુ જાબાલ નજીક ચેક ડેમ આવેલો છે આ ચેકડેમ ત્રણ નદી ઉપર આવેલું છે. આના લીધે દર ચોમાસામાં આ ચેકડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવતું હોય છે.

પરંતુ આ ચેકડેમ માં ગાબડું પડતાં આસપાસના દસ જેટલા ગામોને આવનારા દિવસોમાં પિયતનું પાણી નહીં મળી શકે. જો આ ચેકડેમને તાત્કાલિક રીપેર કરવામાં આવે તો ચેકડેમમાં પાણી જળવાઈ રહેશે. અને આસપાસના ખેડૂતોને પણ આ પાણીનો ફાયદો થશે. આ પાણીનો સંગ્રહ ચેકડેમમાં થવાથી એકદમ આસપાસ ખેડૂતો ખેતી કરે છે. તેને શિયાળુ પાક લેવામાં પણ ફાયદો થાય છે પરંતુ જો આમાં પાણીનો વેડફાટ થશે તો આ ચેકડેમ ખાલીખમ થઈ જશે.

ઘણા લાંબા સમય બાદ અમરેલી જિલ્લામાં વરસાદ આવતા મોટા ભાગનાં જળાશયો છલકાઈ ગયા છે. પરંતુ જાબળ નજીક ચેકડેમ આવેલો છે આ ચેકડેમમાં ગાબડું પડતા પાણીનો મોટા પ્રમાણમાં વેડફાટ થઈ રહ્યો છે.જેને લઇને સ્થાનિકો અને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

Next Article