અમરેલી : સાવરકુંડલાના ગોરડકા ગામમાં જંગલી જનાવરે બાળકીને ફાડી ખાધી, વનવિભાગનું સિંહે હુમલો કર્યાનું તારણ

|

Oct 15, 2021 | 3:10 PM

સાવરકુંડલાના ગોરડકા ગામમાં સાદુળભાઈ ચાંદુની વાડીમાં ખેતમજૂર પરિવાર ઊંઘી રહ્યો હતો.પરિવારની સાથે 7 થી 8 વર્ષની બાળકી પણ ઊંઘી રહી હતી, પરંતુ, પરિવારજનો જ્યારે સવાર ઉઠ્યા ત્યારે બાળકી ગાયબ હતી.

અમરેલી : સાવરકુંડલાના ગોરડકા ગામમાં જંગલી જનાવરે બાળકીને ફાડી ખાધી, વનવિભાગનું સિંહે હુમલો કર્યાનું તારણ
Amreli: A wild animal ripped a girl in Gordka village of Savarkundla

Follow us on

અમરેલીના સાવરકુંડલા પંથકમાં સિંહનો આતંક જોવા મળ્યો. સાવરકુંડલાના ગોરકડા ગામે સિંહે હુમલો કરતા 8 વર્ષની પરપ્રાંતીય બાળકીનું મોત થયું છે. વાડીના ઝૂંપડામાં બાળકી પરિવાર સાથે સૂતી હતી. તે દરમિયાન સિંહ ધસી આવ્યો. સિંહ બાળકીને પકડીને દૂર સુધી લઈ ગયો અને તેના પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધી. તે સમયે પરિવાર સૂતો હતો. બાળકીના સ્વજનો જાગે તે પહેલાં જ બાળકીનું મોત થઈ ગયું. જ્યારે બાળકીના પરિવારજનોને તેની જાણ થઈ તો તેમના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ.. ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય સાથે આક્રોશનો માહોલ છે. ઘટનાને લઈ સાવરકુંડલા વનવિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

અમરેલી જિલ્લામાં સામાન્ય રીતે દીપડાના હુમલાની ઘટનાઓ બનતી રહેતી હોય છે. પરંતુ, સિંહના હુમલાની ઘટના ભાગ્યે જ જોવા મળે છે. સાવરકુંડલાના ગોરડકા ગામમાં ગતરાત્રિએ એક જંગલીએ પ્રાણીએ એક બાળકીને ફાડી ખાધાનો બનાવ સામે આવ્યો છે. વન વિભાગની પ્રાથમિક તપાસમાં જંગલી પ્રાણી સિંહ હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. વનવિભાગ દ્વારા પાંજરા મુકી જંગલી પ્રાણીને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

સાવરકુંડલાના ગોરડકા ગામમાં સાદુળભાઈ ચાંદુની વાડીમાં ખેતમજૂર પરિવાર ઊંઘી રહ્યો હતો.પરિવારની સાથે 7 થી 8 વર્ષની બાળકી પણ ઊંઘી રહી હતી, પરંતુ, પરિવારજનો જ્યારે સવાર ઉઠ્યા ત્યારે બાળકી ગાયબ હતી. જેથી પરિવારજનોએ શોધખોળ શરૂ કરતા નજીકના વિસ્તારમાંથી બાળકીની લાશ મળી હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

​​​​​બાળકી પરિવારજનોની સાથે જ ઊંઘી રહી હતી. પરંતુ, જંગલી પ્રાણી બાળકીને ઢસડીને લઈ ગયું હોવા છતા પરિવારજનો અજાણ રહ્યા હતા. પરિવારજનો જ્યારે સવારે ઉઠ્યા ત્યારે બાળકી ગાયબ હોવાથી શોધખોળ શરૂ કરી હતી. બાદમાં પરિવારજનોને બાળકીની લાશના ટુકડાઓ મળી આવ્યા હતા.

 

આ પણ વાંચો : Afghanistan : એરપોર્ટ-યુનિવર્સિટી બાદ તાલિબાનોએ કાબુલના પ્રખ્યાત ‘બુશ બજાર’નું નામ બદલ્યું, અમેરિકા સાથે છે કનેક્શન, હવે લોકો કહેશે’ મુજાહિદ્દીન

આ પણ વાંચો : પોતાના દમ પર સૈન્ય તાકાત બનશે ભારત, હવે પિસ્ટલથી લઈને ફાઈટર પ્લેન દેશમાં જ બનશે, 7 સંરક્ષણ કંપનીઓ દેશને સમર્પિત કરતા મોદી

 

Next Article