રાજયભરમાં ઉનાળા દરમિયાન લાખો લીટર પાણીનો વેડફાટ, તંત્રના કારણે વ્યવસ્થા પર પાણી ફેરવાયું

|

May 17, 2019 | 7:56 AM

ઉનાળામાં રાજ્યભરમાં પાણીને લઈ લોકો પરેશાન છે. ત્યારે એક તરફ પાણીની અછત છે અને બીજી તરફ લાખો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ગૌરીદળ પાસે આવેલી નર્મદાની લાઇન લીકેજ થતાં પાણીની જાણે નદી ચાલી છે. પાઈપમાં લીકેજનું સમારકામ કરવા 24 કલાકનો સમય લાગી શકે છે. જેના કારણે કોઠારીયા વિસ્તારનું પાણી વિતરણ ખોરવાયુ છે. […]

રાજયભરમાં ઉનાળા દરમિયાન લાખો લીટર પાણીનો વેડફાટ, તંત્રના કારણે વ્યવસ્થા પર પાણી ફેરવાયું

Follow us on

ઉનાળામાં રાજ્યભરમાં પાણીને લઈ લોકો પરેશાન છે. ત્યારે એક તરફ પાણીની અછત છે અને બીજી તરફ લાખો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ગૌરીદળ પાસે આવેલી નર્મદાની લાઇન લીકેજ થતાં પાણીની જાણે નદી ચાલી છે.

પાઈપમાં લીકેજનું સમારકામ કરવા 24 કલાકનો સમય લાગી શકે છે. જેના કારણે કોઠારીયા વિસ્તારનું પાણી વિતરણ ખોરવાયુ છે. અગાઉ ધોરાજીને પીવાનું પાણી પૂરું પાડતા ફોફળ ડેમની પાઇપ લાઈનનો વાલ્વ લીકેજ થતાં હજારો લીટર પાણી વેડફાયુ હતું. છતાં તંત્રની આંખ ઉઘડી ન હતી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

TV9 Gujarati

 

વડોદરામાં પણ સયાજી હોસ્પિટલની પાણીની ટાંકી ઓવરફ્લો થતા હજારો લીટર પાણી વેડફાતું જોવા મળ્યું હતું. ત્યારે છોટાઉદેપુરના નસવાડીમાં આવેલી પોચંબા પાણી પુરવઠા યોજનામાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ત્યારે એક તરફ લોકો પાણીના પોકારનો સામનો કરી રહ્યાં છે. બીજી તરફ તંત્રની ભુલના કારણે લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: વલ્ડૅકપ 2019માં હશે 24 કમેન્ટેટર્સ, જાણો તેમાં ભારતના કેટલા નામ?

Next Article