Gujarat: ઓમિક્રોનનું ટેન્શન, સરકાર શું લેશે એક્શન? 8 મહાનગરમાં રાત્રિ કરફ્યુ હટશે કે મુદત વધશે?

Gujarat: ગુજરાતમાં 8 મહાનગરમાં રાત્રિ કરફ્યૂની મુદત પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે સરકાર પણ મૂંઝવણમાં છે કે, પ્રતિબંધ હટાવવા કે નહીં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 11:48 AM

Gujarat Night Curfew: ઓમિક્રોન નામનો નવા વેરિએન્ટને (Omicron variant) લઈને દુનિયાભરમાં ચિંતાનું મોજૂ ફરી વળ્યું છે ત્યારે ગુજરાતમાં 8 મહાનગરમાં રાત્રિ કરફ્યૂની મુદત પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે સરકાર પણ મૂંઝવણમાં છે કે, પ્રતિબંધ હટાવવા કે નહીં. જેના પગલે ગૃહપ્રધાન અને ગૃહ સચિવ વચ્ચે બેઠક કરવામાં આવી છે. અને પ્રતિબંધો અંગે ચર્ચા કરવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી સરકારે કોરોનાને ધ્યાને લઈ પહેલા પ્રતિબંધો લગાવ્યા હતા તે હળવા કર્યા હતા. ત્યારે બીજી તરફ કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે, નવા વેરિએન્ટની ભય વચ્ચે જો હવે પ્રતિબંધો હળવા કરવામાં આવશે તો તેના ગંભીર પરિણામ આવી શકે છે. જેના પગલે સરકાર વિચારણા કરી રહી છે. સરકાર તરફથી નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. ત્યારબાદ જ પ્રતિબંધો પર ચાલતી અટકળો પર પૂર્ણવિરામ લાગશે.

 

આ પણ વાંચો: લો બોલો! GST સ્કેમનો આરોપી નીરજ આર્યા અમદાવાદ સિવિલમાંથી ફરાર થઈ નડિયાદ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો

આ પણ વાંચો: Surat: 5 દિવસમાં આટલા કોરોનાના મૃતકોના પરિવારને આપવામાં આવી સહાય, કામગીરીમાં સુરત મોખરે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">