વિધાનસભા ચૂંટણીનો ટોસ ઉછળે તે પહેલા CM ભૂપેન્દ્ર પટેલની અડધી પીચ પરથી સુરતમાં ફટકાબાજી, જુઓ VIDEO

|

May 14, 2022 | 7:50 AM

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સુરતના ડુમસ આભવા ગામ ખાતે પાલિકા દ્વારા આયોજિત ગુજરાત ઇન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટમાં(Inter Cricket Tourmnament) હાજરી આપી હતી.

વિધાનસભા ચૂંટણીનો ટોસ ઉછળે તે પહેલા CM ભૂપેન્દ્ર પટેલની અડધી પીચ પરથી સુરતમાં ફટકાબાજી, જુઓ VIDEO
CM Bhupendra Patel played match on half pitch

Follow us on

Surat News : સુરતમાં રમાઈ રહેલ મેયર ટુર્નામેન્ટ મેચમાં ગુજરાતના CM ભુપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) પણ હાજરી આપી હતી. આ દરમિયાન CM પણ મેચ (Cricket Match) રમતા જોવા મળ્યા હતા. તમને જણાવવું રહ્યું કે, મુખ્યપ્રધાને અડધી પીચે આવીને મેચ રમ્યા હતા અને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. બાદમાં સુરતના(Surat) લીંબાયત વિસ્તારમાં ચાલી રહેલા શિવ વિષ્ણુ પુરાણ કથામાં પણ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી.કથામાં હાજર મોટી જનમેદનીને તેઓએ સંબોધિત કરી હતી.આ પ્રસંગે રાજયકક્ષાના મંત્રીઓ સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.શિવ-વિષ્ણુ મહાપુરાણના વકતા અને મહારાજ શ્રી લલિત નાગરે મુખ્યમંત્રીનું હારમાળા પહેરાવી સ્વાગત કર્યું હતું.

ગુજરાત ઇન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટમાં CM ભુપેન્દ્ર પટેલે હાજરી આપી

ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ગુરૂવારે મોડી સાંજે સુરત મુલાકાતે આવ્યા હતા.બે અલગ- અલગ કાર્યક્રમોમાં હાજરી આપવા આવેલ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સુરત એરપોર્ટથી ડુમસ આભવા ગામ ખાતે પાલિકા દ્વારા આયોજિત ગુજરાત ઇન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન સ્થળે પહોંચ્યા હતા.જેમાં CM હળવા મૂડમાં જોવા મળ્યા હતા અને મેચ પણ રમ્યા હતા. જે બાદ છેલ્લા બોલ પર CM દ્વારા અડધી પીચે આગળ આવીને બેટ ફેરવ્યું હતું. જેની સાથે જ ગ્રાઉન્ડમાં ‘ભારત માતા કી જય’ ના નારા લગાવ્યા હતા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

જુઓ વીડિયો

કથામાં મુખ્યપ્રધાને સંબોધન કર્યું

બાદમાં મુખ્યપ્રધાન શિવ-વિષ્ણુ પુરાણ કથામાં હાજરી આપી હતી.જ્યાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું લીંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ,રાજયકક્ષાના મંત્રી પુરનેશ મોદી અને વીનું મોરડીયાના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું.જ્યારે કથાકાર શ્રી લલિત નાગરના હસ્તે પણ મુખ્યપ્રધાનને આવકારવામાં આવ્યા હતા.આ પ્રસંગે કથામાં હાજર જનમેદનીને મુખ્યપ્રધાને સંબોધી હતી.

આ મંદિરોનુ નવનિર્માણ કરી રહી છે સરકાર

તેમના સંબોધનમાં CMએ જણાવ્યું કે, શિવમહાપુરાણમાં ભગવાન શિવ અને દેવી પાર્વતી વિશે તથા તેના વાર્તાલાપ અંગેનું સરસ આલેખન કરવામાં આવ્યુ છે. તમામ પુરાણોમાં શિવમહાપુરાણનું એક આગવું મહત્ત્વ છે. આપણા જીવનમાંથી અવગુણોને દુર કરી જીવમાંથી શિવ થવાનો અનુરોધ કર્યો હતો.જે માટે શિવજીના જીવન ચરિતાર્થ પરથી શીખ લેવી જોઈએ.આપણા જીવનમાંથી જેમ જેમ અવગુણો દૂર થતાં જશે તેમ તેમ આપણે જીવમાંથી શિવ થતાં જઈશું.આપણે સૌ દુઃખમાંથી જલ્દી બહાર નીકળીએ તેવી શિવજીના ચરણોમાં હું પ્રાર્થના કરું છે.

આ દરમિયાન માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે , રાજયના યાત્રાધામ વિકાસ દ્રારા બેટ દ્વારકા ખાતે બ્રિજનુ નિર્માણ, માધવરાયના મંદિર તથા પાવાગઢ મંદિરોનુ નવનિર્માણ કરવાનુ કાર્ય હાલ સરકાર કરી રહી છે.

Next Article