અમદાવાદીઓની સુખાકારીની સતત ચિંતા કરતા મ્યુનિ. કમિશનર અને મેયર ધ્યાન આપો,શારદાબેન હોસ્પિટલમાં વિવિધ વોર્ડમાં જવા છત્રી નહી હોય તો પલળી જશો,હોસ્પિટલ તંત્રએ 2 વોર્ડના દર્દીઓને પાણીનું જોખમ વધતા અન્યત્ર ખસેડવા પડ્યા

|

Sep 19, 2020 | 6:49 PM

અમદાવાદમાં ઝરમર વરસાદમાં પણ શારદાબેન હોસ્પિટલ પાણી-પાણી થઈ ગઈ. સ્માર્ટ સિટી અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત છે જેની છતમાંથી ઠેર-ઠેર વરસાદી પાણી પડી રહ્યું છે. હોસ્પિટલની ગેલેરી, વોર્ડ હોય કે ઓફિસ ચારે તરફ વરસાદી પાણી ટપકતા દર્દીઓ અને સ્ટાફ પરેશાન થઈ ગયો છે. શારદાબેન હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ, ઈમરજન્સી વોર્ડ અને ફિવર ઓપીડી […]

અમદાવાદીઓની સુખાકારીની સતત ચિંતા કરતા મ્યુનિ. કમિશનર અને મેયર ધ્યાન આપો,શારદાબેન હોસ્પિટલમાં વિવિધ વોર્ડમાં જવા છત્રી નહી હોય તો પલળી જશો,હોસ્પિટલ તંત્રએ 2 વોર્ડના દર્દીઓને પાણીનું જોખમ વધતા અન્યત્ર ખસેડવા પડ્યા
http://tv9gujarati.in/amdavadio-ni-suk…-topaldi-javashe/

Follow us on

અમદાવાદમાં ઝરમર વરસાદમાં પણ શારદાબેન હોસ્પિટલ પાણી-પાણી થઈ ગઈ. સ્માર્ટ સિટી અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલનું બિલ્ડિંગ અત્યંત જર્જરિત છે જેની છતમાંથી ઠેર-ઠેર વરસાદી પાણી પડી રહ્યું છે. હોસ્પિટલની ગેલેરી, વોર્ડ હોય કે ઓફિસ ચારે તરફ વરસાદી પાણી ટપકતા દર્દીઓ અને સ્ટાફ પરેશાન થઈ ગયો છે. શારદાબેન હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ, ઈમરજન્સી વોર્ડ અને ફિવર ઓપીડી વોર્ડમાં છત્રી લઈને જ જવું પડે, નહીં તો પલળી જવાય તેવી સ્થિતિ છે. હોસ્પિટલ તંત્રએ 2 વોર્ડના દર્દીઓને પાણીનું જોખમ વધતા અન્યત્ર ખસેડવા પડ્યા છે. ચોમાસામાં કેટલાક વોર્ડમાં છત પરથી પોપડા પણ ખડી પડે છે. અમદાવાદીઓની સુખાકારીની સતત ચિંતા કરતા મ્યુનિસિપલ કમિશનર અને મેયરને શારદાબેન હોસ્પિટલની દુર્દશા પર નજર કરવાનો સમય નથી.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:33 am, Tue, 25 August 20

Next Article