અમદાવાદનું જમાલપુર APMC શાક માર્કેટ 4 મહિના બાદ ધમધમતું થયું, ઓડ ઈવન પદ્ધતિથી ખુલ્લું રખાશે, ભીડથી બચવા સરદાર પટેલ માર્કેટયાર્ડની કુલ દુકાનોમાંથી એક તૃતિયાંસ દુકાનો ખુલ્લી રખાશે

|

Sep 18, 2020 | 9:02 PM

અમદાવાદનું જમાલપુર APMC શાક માર્કેટ આખરે 4 મહિનાના લાંબા સમય બાદ ફરીથી ધમધમતુ થયું છે. ચોક્કસ શરતોને આધીન શાકમાર્કેટ શરૂ થઈ ગયું છે જેને પગલે ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કોરોના કાળમાં એપ્રિલ માસથી આ માર્કેટ આજથી ઓડ-ઈવન પદ્ધતિથી ખુલી ગયું છે. સરદાર પટેલ માર્કેટયાર્ડની કુલ દુકાનોમાંથી એક તૃતિયાંસ દુકાનો ખોલવાની રહેશે. […]

અમદાવાદનું જમાલપુર APMC શાક માર્કેટ 4 મહિના બાદ ધમધમતું થયું, ઓડ ઈવન પદ્ધતિથી ખુલ્લું રખાશે, ભીડથી બચવા સરદાર પટેલ માર્કેટયાર્ડની કુલ દુકાનોમાંથી એક તૃતિયાંસ દુકાનો ખુલ્લી રખાશે
https://tv9gujarati.in/amdabad-jamalpur…-j-khulli-rehshe/

Follow us on

અમદાવાદનું જમાલપુર APMC શાક માર્કેટ આખરે 4 મહિનાના લાંબા સમય બાદ ફરીથી ધમધમતુ થયું છે. ચોક્કસ શરતોને આધીન શાકમાર્કેટ શરૂ થઈ ગયું છે જેને પગલે ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કોરોના કાળમાં એપ્રિલ માસથી આ માર્કેટ આજથી ઓડ-ઈવન પદ્ધતિથી ખુલી ગયું છે. સરદાર પટેલ માર્કેટયાર્ડની કુલ દુકાનોમાંથી એક તૃતિયાંસ દુકાનો ખોલવાની રહેશે. કુલ 157માંથી પહેલા દિવસે 53 વેપારીઓ, બીજા દિવસે અન્ય 53 વેપારીઓ અને ત્રીજા દિવસે બાકીના 51 વેપારીઓ દુકાનો ખોલીને વેપાર કરી શકશે. એટલે કે ત્રીજા દિવસે નંબર આવશે. માર્કેટ યાર્ડના તમામ વેપારીઓએ માસ્ક પહેરવું, સેનેટાઇઝરનો વારંવાર ઉપયોગ કરવો અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે રીતે કામગીરી કરવાની રહેશે તેમજ દુકાનમાં આવનાર ગ્રાહક પાસે પણ તેનું ચુસ્તપણે પાલન કરાવવાનું રહેશે. માર્કેટયાર્ડમાં શાકભાજીની ખરીદી બપોરે 1 થી 5 અને રાતના 8 થી સવારના 8 દરમ્યાન થઈ શકશે. સવારે 8 થી 1 અને સાંજે 5 થી 8ના પીકઅવર્સ દરમ્યાન વાહનવ્યવહાર વધી જતો હોવાથી ભીડની આશંકાના કારણે વેપાર કરી શકાશે નહીં.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 10:28 am, Tue, 8 September 20

Next Article