એકને ખોળ તો બીજાને ગોળ જેવી AMCની નીતિ, હોસ્પિટલમાં દર્દીને એડમિટ કરવા માટે AMCમાં ચાલે છે સગાવાદ!

|

Apr 28, 2021 | 7:20 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નિયમો બનાવવામાં આવે છે તે નિયમો ફક્ત સામાન્ય અને ગરીબ પ્રજા માટે જ હોય છે તે ફરી એકવાર AMCએ સાબિત કરી નાખ્યું છે. 23 એપ્રિલ સુધી AMC સંચાલિત હોસ્પિટલમાં 108 દ્વારા લાવવામાં આવેલા દર્દીઓને જ એડમિટ કરવામાં આવતા હતા.

એકને ખોળ તો બીજાને ગોળ જેવી AMCની નીતિ, હોસ્પિટલમાં દર્દીને એડમિટ કરવા માટે AMCમાં ચાલે છે સગાવાદ!
File Image

Follow us on

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નિયમો બનાવવામાં આવે છે તે નિયમો ફક્ત સામાન્ય અને ગરીબ પ્રજા માટે જ હોય છે તે ફરી એકવાર AMCએ સાબિત કરી નાખ્યું છે. 23 એપ્રિલ સુધી AMC સંચાલિત હોસ્પિટલમાં 108 દ્વારા લાવવામાં આવેલા દર્દીઓને જ એડમિટ કરવામાં આવતા હતા. જેને કારણે અનેક દર્દીઓ રઝળપાટ કરતા જોવા મળ્યા હતા. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શારદાબેન હોસ્પિટલમાં 20મી એપ્રિલે એક દર્દીને 108માં ન આવ્યા હોવા છતાં સીધા જ હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવ્યા હતા.

 

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

તે પણ હોસ્પિટલના RMOના કહેવાથી, જો કે RMOના આ નિર્ણયનો હોસ્પિટલ સ્ટાફે વિરોધ પણ કર્યો હતો અને RMOને કહ્યું પણ હતું કે આ પગલાંથી વિવાદ થઈ શકે છે પણ સગાવહાલાને સારવાર આપવા માટે RMOએ તમામ નિયમો નેવે મૂકીને હોસ્પિટલ સ્ટાફનું પણ ના સાંભળ્યું અને 60 વર્ષના એક વડીલને હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં એડમિટ કરાવી દીધા.

 

જો કે હોસ્પિટલના સ્ટાફને આ બાબત અયોગ્ય લાગતા હોસ્પિટલ દ્વારા દર્દીઓના એડમિટ અને ડિસ્ચાર્જ માટે મેઈન્ટેઇન કરવામાં આવતા રજીસ્ટરમાં દર્દીના નામની એન્ટ્રી કરી દીધી અને તેની સામે લખી દીધું કે આ દર્દીને RMO નાયક સરના કહેવાથી 108માં ન આવ્યા હોવા છતાં એડમિટ કરવામાં આવ્યા છે.જે કેસબારીમાં ફરજ બજાવતા દિનેશભાઈ પંડયાના બનેવી છે.

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા થોડા દિવસો પહેલા જ આ નિયમ બનાવવામાં આવ્યો હતો કે 108 સિવાય ખાનગી વાહનમાં દર્દી આવે તો તેને amcની હોસ્પિટલમાં એડમિટ કરવા નહીં અને આ નિયમને લઈને જ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી પણ કાઢી હતી જો કે ત્યારબાદ આ નિર્ણયને બદલી દેવામાં આવ્યો પણ જ્યાં સુધી આ નિયમ હતો ત્યાં સુધી તે નિયમ ફક્ત સામાન્ય અને ગરીબ પ્રજા માટે જ હતો. આ મહામારીમાં AMCના અધિકારીઓએ પુરી નિષ્ઠાથી કામ કરવું જોઈએ ના કે સગાવાદ ચલાવીને.

 

આ પણ વાંચો: Coronavirus : ફર્ટિલાઇઝર કપંનીઓ પણ આવી મદદે, કોરોના દર્દીઓ માટે કરશે ઓક્સીજન સપ્લાઇ

Published On - 7:19 pm, Wed, 28 April 21

Next Article