AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus : ફર્ટિલાઇઝર કપંનીઓ પણ આવી મદદે, કોરોના દર્દીઓ માટે કરશે ઓક્સીજન સપ્લાઇ

કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતા કેટલાય રાજ્યોમાં ઓક્સીજનની અછત વર્તાઇ રહી છે. ત્યારે ઓક્સીજનની અછતને પૂરી કરવા માટે દેશની ફર્ટિલાઇઝર કંપનીઓ મોર્ચો સંભાળ્યો છે.

Coronavirus : ફર્ટિલાઇઝર કપંનીઓ પણ આવી મદદે, કોરોના દર્દીઓ માટે કરશે ઓક્સીજન સપ્લાઇ
Oxygen
Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 28, 2021 | 6:55 PM
Share

Coronavirus : કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતા કેટલાય રાજ્યોમાં ઓક્સીજનની અછત વર્તાઇ રહી છે. ત્યારે ઓક્સીજનની અછતને પૂરી કરવા માટે દેશની ફર્ટિલાઇઝર કંપનીઓ મોર્ચો સંભાળ્યો છે. કેન્દ્ર સરકારે બુધવારે કહ્યુ કે ઇફકો (IFFCO) જેવી ફર્ટિલાઇઝર કંપનીઓએ COVID-19 રોગના ઇલાજ માટે હૉસ્પિટલમાં પ્રતિદિન 50 ટન મેડિકલ ઓક્સીજનનો સપ્લાઇ કરવાની આશા વ્યક્ત કરી છે. ઇફકો, ગુજરાત રાજ્ય ફર્ટિલાઇઝર અને રસાયણ (જીએસએફસી), ગુજરાત નર્મદા ફર્ટિલાઇઝર અને રસાયણ (જીએનએફસી) અને અન્ય ફર્ટિલાઇઝર કંપની ઓક્સીજનનો સપ્લાઇ વધારી રહી છે. જો કે સરકારે કોઇ સમયસીમા આપી નથી કે આ ફર્ટિલાઇઝર કંપનીઓ દ્વારા ક્યારે ઓક્સીજનનો સપ્લાઇ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ફર્ટિલાઇઝર અને રસાયણ રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે બેઠકમાં સાર્વજનિક અને ખાનગી કંપનીઓ સાથે ઓક્સીજન ઉત્પાદન વધારવા પર ચર્ચા કરી. મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે કુલ મળીને એ આશા વ્યક્ત કરવામાં આવી છે કે પ્રતિદિન લગભગ 50 ટન મેડિકલ ઓક્સીજન કોવિડ-19ના બીમારોને ફર્ટિલાઇઝર પ્લાન્ટ દ્વારા ઉપલબ્ધ કરાવી શકાશે. આ પગલું આવનારા દિવસોમાં દેશની હૉસ્પિટલમાં મેડિકલ ગ્રેડ ઓક્સીજનનો સપ્લાઇ વધારશે.

મંત્રાલય પ્રમાણે ફર્ટિલાઇર સહકારી ઇફકો ગુજરાતમાં કલોલમાં 200 ઘન મીટર પ્રતિ ક્લાકની ક્ષમતા સાથે એક ઓક્સીજન પ્લાન્ટ લગાવી રહી છે અને કુલ ક્ષમતા 33,000 ઘન મીટર પ્રતિ દિવસ હશે. જીએસએફસીએ પોતાના પ્લાન્ટમાં તરલ ઓક્સીજનનો સપ્લાઇ શરુ કર્યો છે. જીએસએફએસ અને જીએનએફસી બંનેએ પોતાના ઓક્સીજનની ઉત્પાદનની ક્ષમતા વધારવા માટે પ્રક્રિયા શરુ કરી દીધી છે. અન્ય ફર્ટિલાઇઝર કંપનીઓ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડિગ અંતર્ગત દેશની અમુક પસંદગી કરેલી હૉસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટ સ્થાપિત કરશે.

બેઠકમાં મંત્રીએ ફર્ટિલાઇઝર કંપનીઓને કહ્યું કે ઓક્સીજન ઉત્પાદનની ક્ષમતા વધારવા અને હૉસ્પિટલને મેડિકલ ગ્રેડ ઓક્સીજનનો સપ્લાઇ વધારવા મહામારીના સમયમાં સમાજની મદદ કરો. મંત્રાલયે કહ્યું કે ફર્ટિલાઇઝર કંપનીઓ દેશમાં કોવિડ-19 સ્થિતિ સામે લડવાના સરકારના પ્રયાસમાં તત્પરતા બતાવી છે.

g clip-path="url(#clip0_868_265)">