અંબાલાલ પટેલની આગાહી : ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, દક્ષિણ ગુજરાતમાં થશે બારે મેઘ ખાંગા

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાની સ્થિતિ અને આગામી દિવસોના વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર હાલમાં સતત આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોમાસાની પ્રગતિમાં અસર કરી રહ્યા છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં સારા વરસાદમાં વિલંબ જોવા મળી રહ્યો છે.

અંબાલાલ પટેલની આગાહી : ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, દક્ષિણ ગુજરાતમાં થશે બારે મેઘ ખાંગા
| Edited By: | Updated on: Jun 11, 2026 | 8:42 PM

હવામાન અંગેના જાણકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલમાં મુંબઈમાં સારા વરસાદના એંધાણ મજબૂત દેખાઈ રહ્યા નથી. જોકે શહેરમાં વરસાદી ઝાપટાં પડી શકે છે, પરંતુ નોંધપાત્ર અને વ્યાપક વરસાદની શક્યતા 18 જૂન બાદ વધુ જણાઈ રહી છે. તેમણે જણાવ્યું કે 16 જૂન પહેલાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. જોકે આ સમયગાળામાં ભારે અથવા વ્યાપક વરસાદની શક્યતા ઓછી છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ 18 થી 20 જૂન દરમિયાન મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિમાં વધારો થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન ચોમાસું વધુ સક્રિય બનવાના સંકેતો છે.

આગાહી અનુસાર 23 થી 27 જૂન વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. સાથે જ મુંબઈ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.

વધુમાં, 27 થી 29 જૂન દરમિયાન મુંબઈ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ શકે છે. જોકે હવામાનમાં બનતા વિવિધ પરિબળોના કારણે ચોમાસાની ગતિમાં થોડો વિક્ષેપ પણ આવી શકે છે.

ખેડૂતોને સંદેશ આપતા તેમણે જણાવ્યું કે ચોમાસામાં જો વરસાદ વચ્ચે બ્રેક જેવી સ્થિતિ સર્જાય તો ખેડૂતોએ પાક માટે જરૂરી સિંચાઈનું યોગ્ય આયોજન અને વ્યવસ્થાપન કરવું જોઈએ, જેથી પાકને નુકસાન ન થાય.

જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાની સ્થિતિ અને આગામી દિવસોના વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર હાલમાં સતત આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચોમાસાની પ્રગતિમાં અસર કરી રહ્યા છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં સારા વરસાદમાં વિલંબ જોવા મળી રહ્યો છે.

Nasir Nagar Demolition : એસીબી તપાસ કરે, વ્યવહાર વિના મકાનો ના બને, કપચીની ગાડી ઉતરે એટલે સુપરવાઈઝર પહોંચી જતો હોય છેઃ MLA વિનુ મોરડીયા

Follow Us