Ahmedabad: ઈંડા અને નોન વેજની લારીઓના નિર્ણય સામે AIMIM અને કોંગ્રેસનો વિરોધ, ગણાવ્યો તઘલખી નિર્ણય
Ahmedabad: અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાંથી AMCની ટીમે ઇંડા અને ખાણીપીણીની લારીઓ જપ્ત કરી હતી. તો આ નિર્ણય સામે AIMIM અને કોંગ્રેસનો વિરોધ સામે આવ્યો હતો.
Ahmedabad: અન્ય મહાનગરો બાદ AMC એ પણ ઈંડા, નોનવેજની લારીઓને લઈને મોટો નિર્ણય લીધો છે. અન્ય મહાનગરપાલિકાઓ બાદ હવે અમદાવાદમાં પણ ઈંડા (Egg) અને નોન વેજની (Non Veg) લારીઓનું દબાણ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાં બીજી તરફ AIMIM અને કોંગ્રેસે તંત્રના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. AIMIM એ ઈંડા અને નોનવેજની લારીઓનું સમર્થન કરી વિરોધ કર્યો હતો. તો કોંગ્રેસે પણ મેયરની ઓફિસમાં જઈ ઈંડાની લારીથી પ્રતિકાત્મક વિરોધ કર્યો. સાથે જ સ્થાનિક તંત્ર અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. વિરોધ કરતા કાર્યકરોએ આ નિર્ણયને તઘલખી નિર્ણય ગણાવી તેને પાછો ખેંચવાની ઉગ્ર માગ કરી છે.
તો બીજી તરફ અમદાવાદના (Ahmedabad) અલગ-અલગ વિસ્તારમાં ખાણી પીણીના સ્ટોલ (Food Stall) સહિતના દબાણ હટાવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. જે અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાએ (AMC) વિવિધ જગ્યાઓએથી દબાણ દૂર કર્યા હતા. શહેરના વાસણા (Vasna) વિસ્તારમાંથી AMC ની ટીમે ઇંડા અને ખાણીપીણીની લારીઓ જપ્ત કરી હતી. આ ઉપરાંત જોધપુર વોર્ડમાં(Jodhpur) લારી, ટેમ્પા, પાથરણાવાળા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી તેમજ ટ્રાફિકને અડચણરૂપ ફેરિયાઓને પણ દૂર કર્યા હતા.
આ પણ વાંચો: સરકારની કમાણી અને ખર્ચનો હીસાબ રાખે છે આ સંસ્થા, આના ડંડાથી નથી બચી શક્તી કોઈ પણ કંપની