Ahmedabad: શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત, નિકોલમાં ગાયે હુમલો કરતા એક યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત

|

May 07, 2022 | 9:22 AM

અમદાવાદના (Ahmedabad) નિકોલમાં એક્ટિવાચાલક યુવતી પર ગાયે હુમલો (Attack) કરતાં ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ છે.

Ahmedabad: શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત, નિકોલમાં ગાયે હુમલો કરતા એક યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
stray cattle (File Image)

Follow us on

અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં રખડતા ઢોરનો (Stray cattle) ત્રાસ હજુ પણ યથાવત્ છે. ત્યારે અમદાવાદના નિકોલમાં રખડતા ઢોરના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જ્યાં એક્ટિવાચાલક યુવતી પર ગાયે હુમલો (Attack) કરતાં ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ છે. યુવતીને 6 જગ્યાએ ફ્રેક્ચર અને 15થી વધુ જગ્યા પર ટાંકા આવ્યા છે. ત્યારે ફરી એક વાર લોકોમાં રખડતા ઢોરોના ત્રાસને લઇને રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગાયોનો આતંક અનેકવાર જોવા મળે છે. પરંતુ કોર્પોરેશનની ઢોર પાર્ટી કોઈ જ કાર્યવાહી કરતી ન હોવાના કારણે લોકોને રખડતા ઢોરનો ભોગ બનવું પડે છે. નિકોલમાં ફરી આવી ઘટના બની છે. પ્રગતિ ધાનાણી નામની યુવતી એક્ટિવા લઈને મામાના ઘરે જવા નીકળી હતી. પરંતુ ગાયને જોતા જ તે સુરભી ફ્લેટ પાસે ઊભી રહી ગઈ હતી. આ દરમિયાન ગાયે તેના પર હુમલો કરી દીધો હતો. જેને લઇને યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે.

ઘટનાને લઈ કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સવાલ એ થઇ રહ્યો છે કે અમદાવાદને રખડતા ઢોરની સમસ્યાથી છુટકારો ક્યારે મળશે? અવારનવાર લોકોને ઈજા પહોંચતી હોવા છતાં કોઇ સચોટ ઉકેલ આવતો નથી. અમદાવાદ શહેરમાંથી રખડતા ઢોરની સમસ્યા યથાવત જ જોવા મળી રહી છે. ત્યારે રખડતા ઢોર પર નિયંત્રણ બિલ મોકૂફ કર્યું છે કે હવે શું પગલાં લેશે તે જોવુ રહ્યુ.

Published On - 9:20 am, Sat, 7 May 22

Next Article