મોબાઈલ, કોમ્પ્યુટર, ટીવી, કાર, એસી કે પછી ફ્રીજ હોય અત્યારે ભાગ્યે જ એવું કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણ હશે જેમાં સેમિકન્ડક્ટરનો ઉપયોગ ન થતો હોય. આ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં તેની માંગ વધી રહી છે. ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ભાવ આસમાને પહોંચવા લાગ્યા છે. ચીન, હોંગકોંગ, તાઈવાન, દક્ષિણ કોરિયા જેવા દેશો છે, જે વિશ્વને સેમિકન્ડક્ટર સપ્લાય કરી રહ્યા છે. હવે ભારત પણ સેમિકન્ડક્ટરનું હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. સેમિકન્ડક્ટર શું છે ? આ એક પ્રકારની ચિપ છે, જેનો ઉપયોગ ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં થાય છે. જો સરળ ભાષામાં સમજીએ તો તેને કંડક્ટર અને ઇન્સ્યુલેટર વચ્ચેની કડી કહી શકાય. જે કરંટને નિયંત્રિત કરે છે. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના જણાવ્યા મુજબ સેમિકન્ડક્ટરને અલગ અલગ રીતે બનાવી શકાય છે. જેમ કે સિલિકોન, જર્મેનિયમ, ગેલિયમ આર્સેનાઇડ અથવા કેડમિયમ સેલેનાઇડ. સેમિકન્ડક્ટર્સ માટે ભારત હાલ ચીન અને તાઈવાન જેવા દેશો પર નિર્ભર છે, તેથી ભારત આ દેશો પરથી તેની નિર્ભરતા ઘટાડવા માંગે છે. ભારત સેમિકન્ડક્ટરની ડિમાન્ડને જોઈને ચિપ મેકિંગમાં પોતાને આત્મનિર્ભર બનાવવા...