ગુજરાતમાં કાળજાળ ગરમીમાંથી ક્યારે મળશે રાહત, હવામાન વિભાગે કરી આ આગાહી

|

Mar 19, 2022 | 5:44 PM

કચ્છના કંડલા અને ઉત્તર ગુજરાતમાં હિટવેવ ની આગાહી કરવામાં આવી છે. જેમાં હિટવેવમાં 41.6 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું. આજે અમદાવાદમાં 40 ડિગ્રી ઉપર તાપમાન છે. જો પવનના લીધે તાપમાનનો અનુભવ ઓછો થઈ રહ્યો છે.

ગુજરાતમાં(Gujarat)  છેલ્લા ત્રણ દિવસથી કાળજાળ ગરમીનો(Heat Wave) અનુભવમાંથી લોકોને આવતીકાલથી રાહત મળશે. જેમાં હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ હજુ વધુ આજનો દિવસ હિટવેવની અસર રહેશે. જયારે આવતી કાલથી તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો આવી શકે છે. તેમજ સમુદ્રી પવન ફૂંકાવાના કારણે ભેજ વાળો પવન આવતા તાપમાનમાં થઈ ઘટાડો થઈ શકે છે. તેમજ તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ગરમી વચ્ચે આંશિક રાહત મળશે. જેમાં હાલ ઉત્તર ગુજરાતમાં પાટણ. બનાસકાંઠા. ડીસા તેમજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને અમરેલીમાં હિટવેવની અસર છે. તેમજ હાલ અમદાવાદમાં કોઈ હિટવેવની આગાહી નથી. જ્યારે આવતી કાલથી 4 દિવસ સુધી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.

જયારે હાલ પૂરતું કચ્છના  કંડલા અને ઉત્તર ગુજરાતમાં હિટવેવ ની આગાહી કરવામાં આવી છે. જેમાં હિટવેવમાં 41.6 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું. આજે અમદાવાદમાં 40 ડિગ્રી ઉપર તાપમાન છે. જો પવનના લીધે તાપમાનનો અનુભવ ઓછો થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Surat : કતારગામમાં મકાન ઉતારતી વખતે દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત

આ પણ વાંચો : Rajkot: RMCના જનરલ બોર્ડમાં પ્રોપર્ટી ટેક્સને લઇને શાસક-વિપક્ષ સામસામે, UP ચૂંટણી રિઝલ્ટની પણ ઉઠી ગુંજ

Next Video