અમદાવાદીઓ આજે લોન્ગ ડ્રાઈવ પર જઈ શકશે, જાણો તમારા શહેરના હવામાનની સ્થિતિ

|

Jun 23, 2022 | 10:43 AM

હવામાન વિભાગનું(IMD)  માનીયે તો આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.હવામાન વિભાગનું માનીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

અમદાવાદીઓ આજે લોન્ગ ડ્રાઈવ પર જઈ શકશે, જાણો તમારા શહેરના હવામાનની સ્થિતિ
Gujarat weather update

Follow us on

Weather Update ગુજરાતમાં(Gujarat) વરસાદની વાટે બેઠેલા ખેડૂતોને રાહત આપતા સમાચાર મળી રહ્યાં છે.આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગનું(IMD)  માનીયે તો આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.જો કે 1 દિવસ સામાન્ય વરસાદ રહેશે.જ્યારે 24 અને 25 જૂને ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગનું(IMD)  માનીયે તો આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

હવામાન વિભાગનું માનીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. તો જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને અમરેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ(Rain)  રહેશે.મહત્વનું છે કે રાજ્યમાં જૂન મહિનામાં(June Month)  અત્યાર સુધી 50 ટકા વરસાદની ઘટ છે.રાજ્યમાં જૂન મહિનામાં સરેરાશ 1.5 ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતને ઘમરોળશે વરસાદ

જો વિગતે હવામાનની વાત કરીએ તોઆજે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 30 અને મહતમ તાપમાન 39 રહેશે. તેમજ 40ટકા જેટવરસાદની સંભાવના છે.ઉપરાંત વાદળ છાયુ વાતાવરણ રહેતા અમદાવાદીઓને ગરમીથી રાહત મળશે.તો અમરેલીમાં(Amreli)  ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 35 રહેશે.તમજ વરસાદ પડવાની પુરી શક્યતા(Rain Forecast)  છે.આણંદમાં મોટા ભાગે વાદળ છાયુ વાતાવરણ રહેશે.જ્યાં ન્યૂનતમ તાપમાન 39 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ વરસાદની સંભાવના 50 ટકા જેટલી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 3 અને મહતમ તાપમાન 28 રહેશે. ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેતા શહેરવાસીઓને પારાવાર ગરમીથી રાહત મળશે.તો બનાસકાંઠામાં(Banaskantha)  ન્યૂનતમ તાપમાન 40 અને મહતમ તાપમાન 28 રહેશે.ભરૂચમાં ન્યૂનતમ તાપમાન 35 અને મહતમ તાપમાન 28 રહેશે.તેમજ દિવસ દરમિયાન મોટાભાગે 73 ટકા વાદળછાયુ વાતાવરણ રહેશે.તેમજ 50 ટકા વરસાદ થવાની પણ શક્યતા છે.

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 35 અને મહતમ તાપમાન 29 રહેશે. તેમજ 40 ટકા વરસદા થવાની પણ સંભાવના છે.તો બોટાદમાં(Botad)  ન્યૂનતમ તાપમાન 37 અને મહતમ તાપમાન 29 રહેશે. ઉપરાંત શહેરમાં વરસાદ થવાની પણ સંભાવના સેવાઈ રહી છે.બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 36 અને મહતમ તાપમાન 27 રહેશે. તેમજ શહેરમાં 73 ટકા જેટલી વરસાદ થવાની શક્યતા છે.

દાહોદવાસીઓને ગરમીથી રાહત મળશે

દાહોદમાં ન્યૂનતમ તાપમાન 36 અને મહતમ તાપમાન 26 રહેશે.તેમજ દાહોદવાસીઓને ગરમીથી રાહત મળશે,કારણ કે 67 ટકા જેટલુ વાદળછાયુ વાતાવરણ રહેશે. જો દક્ષિણ ગુજરાતમાં(South Gujarat)  ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 30 અને મહતમ તાપમાન 24 રહેશે.તેમજ શહેરમાં ભારે વરસાદ આગાહીને પગલે 80 ટકા વરસાદ થવાની શક્યતા છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 37 અને મહતમ તાપમાન 29 રહેશે.તો દ્વારકા વાસીઓ આજે ગરમીનો અનુભવ કરશે, કારણ કે હવામાન વિભાગ દ્વારા વરસાદ થવાની કોઈ આગાહી કર નથી.જો ગાંધીનગરની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 40 અને મહતમ તાપમાન 29 રહેશે. તેમજ દિવસ દરમિયાન વરસાદની કોઈ પણ શક્યતા નથી.જેથી સૂરજ દેખાશે.તો ગીર સોમનાથમાં ન્યૂનતમ તાપમાન 32 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ 60 ટકા જેટલી વરસાદની શક્યતા છે.

જો સૌરાષ્ટ્રમાં જામનગરના(jamnagar)  હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 37 અને મહતમ તાપમાન 29 રહેશે.તેમજ વરસાદની નહિવત સંભાવના છે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 36 અને મહતમ તાપમાન 28 રહેશે.તેમજ 70 ટકા જેટલી વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 39 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની કોઈપણ સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી.

મેઘાની ધૂંઆધાર બેટિંગ યથાવત

તો ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 39 અને મહતમ તાપમાન 30 રહેશે.તેમજ 63 ટકા જેટલુ વરસાદી વાતાવરણ રહેશે, પણ વરસાદ થવાની કોઈપણ શક્યતા નથી.જ્યારે ખેડામાં ન્યૂનતમ તાપમાન 39 અને મહતમ તાપમાન 30 રહેશે.તો દિવસ દરમિયાન વરસાદ થવાની શક્યતા છે.બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 39 અને મહતમ તાપમાન 28 રહેશે.તેમજ દિવસ દરમિયાન લોકોને વાદળછાયા વાતાવરણનો અનુભવ થશે.

ઉપરાંત મધ્ય ગુજરાતમાં મહેસાણામાં(mehsana)  વરસાદની આજે કોઈ પણ શક્યતા નથી.શહેરમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 40 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 40 રહેશે.જ્યારે દિવસ દરમિયાન શહેરવાસીઓને વાદળછાયા વાતવરણનો અનુભવ કરશે.

Next Article