Weather Update: ત્રણ દિવસ બાદ ઘટશે તાપમાન જોકે શિયાળાની અસર નહિવત્

|

Dec 19, 2022 | 7:39 PM

હવામાન વિભાગના (IMD) જણાવ્યા  પ્રમાણે ડિસેમ્બરમાં આકરી ઠંડી નહીં પડે, કારણ કે ઠંડા પવનો ફૂંકાવાની કોઈ આગાહી નથી. ચાલુ મહિને સામાન્ય કે તેથી વધારે તાપમાન રહી શકે છે, જોકે જાન્યુઆરીની શરૂઆતથી આકરી ઠંડીની શરૂઆત થશે અને શિયાળો જામશે તેવું વાતાવરણ હાલમાં જોવા મળી રહ્યું છે.

Weather Update: ત્રણ દિવસ બાદ ઘટશે તાપમાન જોકે શિયાળાની અસર નહિવત્
winter in Gujarat

Follow us on

રાજ્યમાં હજુ પણ શિયાળો જામ્યો નથી અને લોકો શિયાળાના આગમનની રાહ જોઈ રહ્યા છે, ત્યારે ડિસેમ્બર અડધો પસાર થયા બાદ પણ ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટાડો થશે, પરંતુ ઠંડીનો બરાબર અનુભવ જાન્યુઆરીમાં થશે. ડિસેમ્બરમાં કોલ્ડવેવની કોઈ આગાહી નથી. ડિસેમ્બર દરમિયાન સામાન્ય કે તેનાથી વધુ તાપમાન રહેવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ન હોવાથી ઠંડીની અસર પણ નહીંવત છે. હાલમાં અમદાવાદનું રાત્રિનું તાપામન ઘટીને 19 ડિગ્રી પર પહોંચ્યું છે. જે ડિસેમ્બરના સામાન્યથી 5 ડિગ્રી ઊંચું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 16 ડિગ્રી આસપાસ છે. રાજ્યમાં હાલ વાતાવરણ સૂકું રહેશે. આગામી દિવસોમાં કમોસમી વરસાદની કોઈ આગાહી નથી.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

વિવિધ જિલ્લામાં રાત્રિનું તાપામાન 18થી 20 ડિગ્રી

અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. અમરેલીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે તો આણંદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 20 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે તો ભરૂચમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે.

સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે. મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. મહેસાણામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેશે.

Next Article