Monsoon 2022: અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ, સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર જોવા મળશે

|

Jun 10, 2022 | 7:33 AM

રાજ્યના વાતાવરણમાં (Weather change)બે દિવસથી પલટો નોંધાયો છે, ત્યારે અમદાવાદ (Ahmedabad)સહિત ખેડા અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

Monsoon 2022: અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ, સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર જોવા મળશે

Follow us on

રાજ્યના વાતાવરણમાં (Weather change)બે દિવસથી પલટો નોંધાયો છે, ત્યારે અમદાવાદ (Ahmedabad)સહિત ખેડા અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં ચોમાસાનું (Monsoon)આગમન નજીકમાં જ છે. ત્યારે પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડર સ્ટોર્મની એક્ટિવિટીની અસર જોવા મળશે. જોકે રાજ્યમાં બીજે ક્યાંય પણ વરસાદની શક્યતા હાલમાં ઓછી છે.

અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ

અમદાવાદમાં બે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદ ઉપરાંત ખેડા અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આ બે દિવસ દરમિયાન બાદ 2થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે.  રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના અમરેલી , ગીર સોમનાથ, બોટાદ , ભાવનગર તો મધ્ય ગુજરાતમાં  અમદાવાદ અને  દક્ષિણ ગુજરાત (South Gujarat)ના સુરત, વલસાડ, દમણ , દાદારાનગર હવેલી દક્ષિણ ગુજરાતના  સુરત, વલસાડ, નવસારી અને દમણમાં વરસાદની શક્યતાઓ  વ્યક્ત કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાંથી ફૂંકાતા પવનોને પગલે વાતાવરણમાં ભેજની અસર પણ નોંધાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલીમાં સામાન્ય વરસાદ વરસી શકે છે જ્યાં વરસાદની આગાહી છે તેવા વિસ્તારોમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી ઘટી શકે છે સાથે સાથે ભેજનું પ્રમાણ વધી શકે છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીની સાથે જ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી માં વરસાદ પડી શકે છે.  આ ઉપરાંત અમદાવાદમાં પણ હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. દેશમાં નૈઋત્યનું ચોમાસું ગતિ પકડીને આગળ વધી રહ્યું છે ત્યારે ભારતના મોટાભાગના વિસ્તારોમાં 15 જૂનથી સારા વરસાદની આગાહી છે.

 

Next Article