32 વર્ષીય આ ગુજરાતીએ લંડનથી કર્યું MBA છતાં ઉપાડે છે કચરો, કમાણી છે 200,00,00,000 રૂપિયા

|

May 12, 2024 | 4:37 PM

નવો ધંધો શરૂ કરવા માટે પૈસા કરતાં સારો બિઝનેસ આઈડિયા વધુ મહત્ત્વનો છે. અમદાવાદના સંદીપ પટેલને આવો જ વિચાર આવ્યો અને તેમને રસ્તા પર જોવા મળતા કચરામાંથી પૈસા કમાવવાનો આઈડિયા મળ્યો. આજે તેઓ કચરામાંથી કરોડોની કમાણી કરે છે. આ લેખમાં જાણીશું સંદીપ પટેલની સફળતાની કહાની અને કેવી રીતે કચરામાંથી તેઓ કરોડો કમાય છે.

32 વર્ષીય આ ગુજરાતીએ લંડનથી કર્યું MBA છતાં ઉપાડે છે કચરો, કમાણી છે 200,00,00,000 રૂપિયા

Follow us on

ક્યારેય હાર ન માનવાની હિંમત અને પ્રતિભા હોય તો કચરામાંથી પણ કરોડો કમાઈ શકાય છે. કચરામાંથી રૂપિયા 200 કરોડનો કારોબાર ઉભો કરનાર ગુજરાતના સંદિપ પટેલે આ વાત સાચી પાડી છે. સંદિપ પટેલની કંપની નેપ્રા રિસોર્સિસ આજે ભારતની સૌથી મોટી ડિજિટલ ડ્રાય વેસ્ટ મેનેજમેન્ટ કંપનીઓમાં ગણાય છે. કંપની દરરોજ 600 મેટ્રિક ટનથી વધુ સુકા કચરાનું સંચાલન કરે છે.

લંડનથી કર્યું MBA

ગુજરાતમાં પટેલ પરિવારમાં જન્મેલા સંદીપ પટેલ લંડન જવા નહોતા માગતા, પરંતુ તેમની બહેનના સપનાને પુરું કરવા MBAના અભ્યાસ માટે લંડન ગયા હતા. સંદિપ પટેલ લંડનથી MBA પૂર્ણ કર્યા બાદ 2002માં ભારત પરત ફર્યા હતા. તેમને કોલેજકાળથી જ બિઝનેસ કરવાની ઈચ્છા હતી. તેમના ઘણા મિત્રો વેપારી પરિવારમાંથી આવતા હતા, તેમને જોઈને પટેલને પણ બિઝનેસ કરવાનો નિર્ણય કર્યો.

ટ્રાવેલ, આઇટી અને કેમિકલના બિઝનેસમાં અસફળ

લંડનથી પરત ફર્યા બાદ સંદિપ પટેલે 2003-2011 દરમિયાન ટ્રાવેલ, આઇટી-બીપીઓ અને કેમિકલ ટ્રેડિંગના વ્યવસાયમાં હાથ અજમાવ્યો, પરંતુ સફળતા ના મળી. તેમ છતાં પટેલ હિંમત ના હાર્યા. તેઓ રિટેલ અથવા વેસ્ટ મેનેજમેન્ટમાં કામ કરવા માંગતા હતા, પરંતુ રિટેલ સેગમેન્ટમાં પહેલાથી જ મોટી હરિફાઈ હતી. તેથી તેમણે વેસ્ટ મેનેજમેન્ટની પસંદગી કરી. જ્યારે તેઓ કેમિકલ ટ્રેડિંગના વ્યવસાયમાં હતા ત્યારે તેમને અસંગઠિત ડ્રાય વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રને બદલવાનો વિચાર આવ્યો.

કરોડોની માલકીન કથાકાર જયા કિશોરી તેના પૈસા ક્યાં ખર્ચે છે? જાણી લો
નવી હેરસ્ટાઈલમાં જોવા મળી અંબાણી પરિવારની નાની વહુ રાધિકા, પહેલીવાર જોવા મળ્યો આવો લુક
Green Peas Benefits: લીલા વટાણાને કાચા ખાવાથી પણ થાય છે ગજબના ફાયદા
અભિનેત્રીએ 1 કરોડ રૂપિયાની લક્ઝરી કાર ખરીદી, જુઓ ફોટો
રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !
ભારતની 7 પ્રખ્યાત 'રમ', જે આખી દુનિયાના લોકોની છે ફેવરિટ

કેવી રીતે શરૂઆત કરી ?

પટેલે આ માટે ઘણી તૈયારીઓ કરી હતી. 2006માં પટેલે કચરા વ્યવસ્થાપન પર સંપૂર્ણ સંશોધન શરૂ કર્યું. લગભગ પાંચ વર્ષ સુધી તેઓ કચરા વ્યવસ્થાપન પદ્ધતિને સમજવા માટે એક શહેરથી બીજા શહેરમાં ભટકતા રહ્યા અને સૂકા કચરાના વ્યવસ્થાપનનો અભ્યાસ કરતા રહ્યા. કેમિકલનો વેપાર કરતી વખતે તેમણે કચરા વ્યવસ્થાપન ધંધાથી સંબંધિત દરેક બાબતોનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ રાતભર આ વિષય પર વાંચતા હતા. છેવટે 2011માં તેમણે બધું છોડીને સૂકા કચરાના વ્યવસ્થાપનનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું.

 

 

સફળતાની સફર મજાક અને અસ્વીકારથી શરૂ થઈ

સંદિપ પટેલને પણ આ માર્ગમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શરૂઆતમાં લોકોએ મજાક કરી કે લંડનથી MBA કર્યા પછી તે કચરાનો ધંધો કરશે. સાત લોકો સાથે શરૂ કરાયેલા નવા બિઝનેસને શરૂઆતમાં નુકસાન થયું હતું. તેઓ કચરો એકત્રિત કરી અને તેને ફરીથી ઉપયોગમાં લેતા હતા, પરંતુ તેમાં નુકશાન જ થતું હતું અન્ય ઉદ્યોગપતિઓએ કહેતા કે આ કદીએ કમાણી કરી શકશે નહીં. તેમના હરીફો તેમને ધમકાવવા માટે ગુન્ડાઓને પણ મોકલતા હતા.

જો કે, પટેલે હાર ન માની અને હંમેશની જેમ અડગ રહ્યા અને પટેલે રોકાણકારો શોધવાનું શરૂ કર્યું. સંદીપ પટેલને રવિન્દ્ર પટેલ અને ધ્રુમિન પટેલનો સાથ મળ્યો અને ત્રણેયે સાથે મળીને બિઝનેસને પ્રગતિના પંથે લઈ જવાનું વિચાર્યું, પરંતુ ફંડ નહોંતું. તે સમયે દેશમાં 90 વેન્ચર કેપિટલિસ્ટ હતા, જેમાંથી પટેલે 70નો સંપર્ક કર્યો હતો. પટેલના બિઝનેસ આઈડિયાને 68 રોકાણકારોએ નકારી કાઢ્યો હતો. છેલ્લે 2013માં તેમને રૂ.3 કરોડનું પ્રથમ રોકાણ મળ્યું.

પ્લાન્ટમાં આગ લાગી છતાં હિંમત ના હાર્યા

રોકાણ તો મળ્યું પણ પટેલની મુસીબતોનો અહીં અંત નહોતો. 2013માં પ્લાન્ટમાં આગ લાગવાની ઘટનાએ પટેલને ફરીથી ઘૂંટણિયે લાવ્યા. તેમણે જે ફંડ મેળવ્યું હતું તેનું રોકાણ અમદાવાદના કાર્ડબોર્ડ પ્લાન્ટમાં કર્યું હતું. મે મહિનામાં પ્લાન્ટમાં લાગેલી આગને કારણે તેમને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો અને રોકાણના અડધા નાણાંનું તો આગમાં જ નુકશાન થયું, બાદમાં તેમણે વ્યવસાય ચલાવવાના છેલ્લા પ્રયાસ તરીકે મિત્રો પાસેથી અને બજારમાંથી વ્યાજ પર પણ પૈસા લીધા હતા. આગના કારણે નુકશાન છતાં પટેલે હાર માન્ય વગર માત્ર ત્રણ દિવસમાં જ પ્લાન્ટને જીવંત બનાવ્યો અને ફરીથી કામ શરૂ કર્યું.

કેટલી કરે છે કમાણી ?

કંપની અમદાવાદ સહિત પુણે, જામનગર, ઈન્દોર અને બેંગ્લોર જેવા શહેરોમાં પણ બિઝનેસ કરી રહી છે. હાર ન માનવાની આ ભાવનાએ આજે ​​નેપ્રા રિસોર્સિસને રૂ. 200 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપની બની છે. સાત લોકો સાથે શરૂ કરાયેલી આ કંપનીમાં 900 જેટલી મહિલાઓ કામ કરે છે.

કેવી રીતે કામ કરે છે ?

નેપ્રા રિસોર્સ મેનેજમેન્ટ અમદાવાદમાં વિવિધ ટાઉનશીપ, સોસાયટી અને કલેક્શન સેન્ટરો દ્વારા સૂકો કચરો એકત્ર કરે છે અને આ કચરાને પ્રોસેસિંગ પ્લાન્ટમાં નાખીને મટિરિયલ તૈયાર કરવામાં આવે છે. આ મટિરિયલ કાગળ, પ્લાસ્ટિક અને સ્ટેશનરી બનાવતી કંપનીઓને વેચવામાં આવે છે. નેપ્રા રિસોર્સ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ એ ભારતની સૌથી મોટી ડ્રાય વેસ્ટ મેનેજમેન્ટ કંપની છે જે પ્લાસ્ટિક સહિત મ્યુનિસિપલ ડ્રાય વેસ્ટના સંગ્રહ, વિભાજન, પ્રક્રિયા અને રિસાયક્લિંગ કરે છે.

 

 

નેપરા તેની બ્રાન્ડ લેટ્સ રિસાયકલ દ્વારા કચરાના વ્યવસ્થાપનમાં કામ કરે છે. આ પ્રોસેસ્ડ મટિરિયલ પેપર, પ્લાસ્ટિક, સ્ટેશનરી બનાવતી મેન્યુફેક્ચરિંગ કંપનીઓને વેચવામાં આવે છે અને કંપનીની આવકનો મોટો હિસ્સો અહીંથી આવે છે. કંપની કચરો એકત્ર કરવા માટે મહાનગરપાલિકા સાથે કામ કરે છે. તે કચરો ભેગો કરનારાઓની પણ મદદ લે છે. જેના દ્વારા કંપની ખૂબ જ ગરીબ લોકોને સંગઠિત ક્ષેત્રમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે.

કચરો વીણતા હજારો લોકોનું જીવન સુધાર્યું

અમદાવાદમાં પટેલની કંપની સાથે લગભગ 1,800 કચરો ઉપાડનારા લોકો કામ કરી રહ્યા છે. આ લોકો પહેલા કરતા 35 ટકા વધુ કમાણી કરે છે. અગાઉ આ લોકો દર મહિને 3થી 4 હજાર રૂપિયા કમાતા હતા તે હવે 7થી 8 હજાર રૂપિયા કમાઈ રહ્યા છે. કચરો ઉઠાવનારાને રુપિયાની તત્કાળ ચુકવણી કરવામાં આવે છે. તેમાંથી ઘણા લોકો અગાઉ તેમની સાઈકલ પર કચરો લાવતા હતા તેમને આજે ડ્રાઇવરિંગના કામે લગાડ્યા છે. આજે આ લોકો તેમના બાળકોના શિક્ષણ માટે પૈસા બચાવે છે. કંપનીના કામદારોને વીમાનો લાભ પણ મળે છે, જે અસંગઠિત ક્ષેત્રના લોકો માટે એક મોટી બાબત છે. તેમના પ્રયાસો આજે કચરો વીણતા હજારો લોકોનું જીવન સુધારી રહ્યા છે.

ટેક્નોલોજીકલ ઝુંબેશ

રિસાયક્લિંગની જરુરીયાત મુજબ કચરાને અલગ કરવાનું કાર્ય એક જટિલ પ્રક્રિયા છે, જે આ વ્યવસાયને વધારવામાં સૌથી મોટો અવરોધ હોય તો તેની પ્રક્રિયા છે. પટેલે ટ્રેસિબિલિટી અને ટ્રેકિંગથી લઈને સોર્ટીંગ સુધીની દરેક વસ્તુ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો. કચરો ભેગો કરનારની મોબાઇલ એપ્લિકેશન પર ચહેરાની ઓળખથી લઈને ટ્રાન્સપોર્ટર સુધીની બઘી વ્યવસ્થામાં સંદીપ પટેલે એન્ડ-ટુ-એન્ડ વેસ્ટ મેનેજમેન્ટને ડિજિટલ બનાવ્યું છે.

આ પણ વાંચો Success story : એક નાની ચાની કીટલી ખેતલાઆપા કેવી રીતે બની બ્રાન્ડ ? જાણો

Published On - 5:12 pm, Thu, 9 May 24

Next Article