Ahmedabad: AMCની 2021માં થયેલી ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો, કુબેરનગર વોર્ડની ફરીથી મતગણતરી થશે

|

May 07, 2022 | 7:13 AM

સુપ્રીમ કોર્ટના (Supreme Court) આદેશ બાદ શનિવારે એટલે કે આજે આ વોર્ડની પુન: મતગણતરી કરવામાં આવશે. મતગણતરીને લઈને શુક્રવારે સ્ટ્રોંગરૂમમાંથી ઇવીએમ એલ ડી કોલેજ લઈ જવાયા હતા.

Ahmedabad: AMCની 2021માં થયેલી ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો, કુબેરનગર વોર્ડની ફરીથી મતગણતરી થશે
Ahmedaad Corporation (File Image)

Follow us on

અમદાવાદ મહાનગરપાલિકામાં (AMC)2021માં યોજાયેલી ચૂંટણીમાં (Election)  23 ફેબ્રુઆરી થયેલી મતગણતરીમાં (Recounting) કુબેરનગર વોર્ડમાં (Kubernagar)વિજેતા ઉમેદવાર અંગેની વિસંગતા ઉભી થયી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટના (Supreme Court) આદેશ બાદ શનિવારે એટલે કે આજે આ વોર્ડની પુન: મતગણતરી કરવામાં આવશે. મતગણતરીને લઈને શુક્રવારે સ્ટ્રોંગરૂમમાંથી ઇવીએમ એલ ડી કોલેજ લઈ જવાયા હતા. પોલીસના બંદોબસ્ત વચ્ચે ઇવીએમ લઈ જવાયા. જેથી ફરી કોઈ વિવાદ ઉભો ન થાય.

વર્ષ 2021માં અમદાવાદ મહાનગરપાલિકાની સત્તા ભાજપ પાસે આવી હતી. જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસ પેનલની જીત જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈ મોહનાણીને 23 ફેબ્રુઆરીએ મત ગણતરી કર્યા બાદ વિજેતા ઉમેદવારનું પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું હતું. પરંતુ 26 ફેબ્રુઆરી 2021ના સવારે જગદીશભાઈને કહેવામાં આવ્યું કે તમે જીત્યા નથી. જેને લઈને જગદીશ મોહનાણીએ વાંધો ઉઠાવ્યો કે હાર થઈ તો પછી વિજેતા થયાનું પ્રમાણપત્ર શા માટે આપવામાં આવ્યું. જેને લઈ જગદીશભાઈ હાઇકોર્ટમાં ગયા હતા.

જો કે ત્યાં અરજી ફગાવતા ઉમેદવાર જગદીશ મોહનાણી હાર્યા નહિ એ તેઓ સુપ્રીમ કોર્ટ ગયા જ્યાં સુપ્રીમ કોર્ટ દવારા પુનઃ મતગણતરી કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈ આજે એલ ડી એન્જીનીયરીંગ ખાતે પુનઃ મતગણતરી થશે. જે મતગણતરીને લઈને અરજદાર જગદીશ મોહનાણીએ ન્યાય તંત્રની પ્રક્રિયા પર વિશ્વાસ મૂકી જે પરિણામ આવે તેને સ્વીકારવા જણાવ્યું હતું.

કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ

અમદાવાદ મહાનગરપાલિકાની કુબેરનગર વોર્ડની મતગણતરીમાં 2021માં ચુંટણી લડેલા ઉમેદવારોને નીચે મુજબ મત મળ્યા હતા.

1) ઊર્મિલાબેન પરમાર કોંગ્રેસના ઉમેદવારને 18407 મત મળ્યા હતા.

1) મનીષાબેન વાઘેલા ભાજપના ઉમેદવાર15235ને મત મળ્યા હતા.

2) કામિનીબેન ઝા કોંગ્રેસના ઉમેદવારને 17697 મત મળ્યા હતા

2) ગીતાબેન ચાવડા ભાજપના ઉમેદવારને 17656 મળ્યા હતા

3) નિકુલસિંહ તોમર કોંગ્રેસ ઉમેદવારને 17292 મત મળ્યા હતા

3) પવન શર્મા ભાજપના ઉમેદવારને 15437 મત મળ્યા હતા

4)જગદીશભાઈ મોહનાણી કોંગ્રેસના ઉમેદવારને 16992 મત મળ્યા હતા

4) રાજા રતવાણી ભાજપના ઉમેદવારને 14778 મત મળ્યા હતા.

જ્યારે વર્ષ 2015માં જગદીશ મોહનાણી ચૂંટણી લડ્યા અને તેમાં તેઓ હાર્યા હતા. જે બાદ 2021ની ચૂંટણીમાં જગદીશ મોહનાણી ચૂંટણી લડયા હતા. તેમના સ્થાને ભાજપના ગીતા ચાવડાને વિજેતા જાહેર કરાયા હતા. અને જો પુનઃ મત ગણતરીમાં પરિણામ ધારેલું આવે તો કુબેરણગર વોર્ડમાં જગદીશ મોહનાણીને વિજેતા જાહેર કરાતા ભાજપનો ગઢ ગણાતી બેઠક પર ચાર બેઠક કોંગ્રેસની થશે અને જો જે હતું તે જ પરિણામ આવશે તો જગદીશ મોહનાણીની ફરી હાર થશે.

Next Article