અંડર વોટર સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ફિન સ્વિમીંગ પ્રત્યે યુવાઓને આકર્ષિત કરવા એપ્રિલ- મે મહિનામાં યોજાશે રાજ્ય સ્તરીય ચેમ્પિયનશિપ

|

Jan 29, 2023 | 7:56 PM

Ahmedabad: અંડર વોટર સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ફિન સ્વિમિંગ પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુવાઓને ફિન સ્વિમીંગ પ્રત્યે આકર્ષિત કરવા માટે અનેક ઈવેન્ટ્સનું આયોજન કરાયુ છે. જેમા અંડર વોટર એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત સ્પોર્ટ્સ એસોસિએશને ગુજરાતમાં અનેક ઈવેન્ટ્સ આયોજિત કરવા જઈ રહ્યુ છે.

અંડર વોટર સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા ફિન સ્વિમીંગ પ્રત્યે યુવાઓને આકર્ષિત કરવા એપ્રિલ- મે મહિનામાં યોજાશે રાજ્ય સ્તરીય ચેમ્પિયનશિપ
ફિન સ્વિમિંગ

Follow us on

અંડરવોટર સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત અંડરવોટર સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાત એ રાજ્યમાં અંડરવોરટ સ્પોર્ટ્સને લોકપ્રિય બનાવવા ઘણી ઈવેન્ટ્સનું આયોજન કરવા જઇ રહ્યું છે. અંડરવોટર એસોસિએશન ઓફ ઈન્ડિયાએ વર્લ્ડ કન્ફેડરેશન ઓફ અંડરવોટર એક્ટિવિટીઝ સાથે જોડાયેલા 130 દેશના એસોસિએશનમાંથી એક છે. અંડરવોટર સ્પોર્ટ્સ સમગ્ર વિશ્વમાં સતત લોકપ્રિય થઈ રહ્યું છે. તે ભારત અને ગુજરાતમાં પણ એટલી જ ઝડપી લોકપ્રિયતા મેળવી રહ્યું છે.

જોકે, અંડરવોટર સ્પોર્ટ્સને મુખ્યધારામાં લાવવાની જરૂર છે અને તેની પર જ અંડર વોટરસ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાત પર ફોક્સ કરી રહ્યું છે. અંડરવોટર સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાતના અધ્યક્ષ વરુણ પટેલે કહ્યું કે,અમારો હેતુ અંડરવોટર સ્પોર્ટ્સ અંગે લોકોને જાગૃત કરવાનો અને રમતની લોકપ્રિયતામાં વધારો કરવાનો છે. વૈશ્વિક સ્તરે ઘણી નવી અંડરવોટર રમતોએ ધૂમ મચાવી છે અને લોકોને આકર્ષી રહી છે.

અમે આ રમતોને ભારતમાં લાવવા અને લોકપ્રિય બનાવવા માગીએ છીએ. તે રમત ક્ષેત્રે કરિયર બનાવવા માગતા ઘણા યુવાઓને એક વિકલ્પ આપી શકે છે. અમારો પ્રારંભ સારો અને સ્થિર રીતે થયો છે, અમને આશા છે કે અમે દેશ અને રાજ્યમાં અંડરવોટર સ્પોર્ટ્સને નવી ઊંચાઈએ પહોંચાડવામાં સફળ રહીશું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એરલુ જ નહીં ડિસેમ્બર 2022 માં એસોસિએશન દ્વારા તમામ જીલ્લાના કોર્ડિનેટર્સની એક બેઠક યોજવામાં આવી હતી અને તેમાં એ મુદ્દે ચર્ચા કરાઈ હતી કે, કઈ રીતે તમામ જીલ્લાઓમાં અંડરવોટર સ્પોર્ટ્સને વધુ લોકપ્રિય બનાવી શકાય. ત્યારે ફિન-સ્વિમિંગ અંગે જાગૃકતા વધારવા માટે આ મહિને અમદાવાદમાં કોચિંગ ક્લિનિકનું આયોજન કરાયું હતું. આ કોચિંગ ક્લિનિકમાં 60 પુરુષ અને 20 મહિલા કોચ સામેલ થઈ હતી.

ધ અંડરવોટર સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ 2021માં ગુજરાતમાં નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું. જેમાં 200થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. એપ્રિલ 2022માં જોધપુરમાં યોજાયેલ ફિન સ્વિમિંગ ચેમ્પિયનશિપ માં 55 તથા ઓગસ્ટમાં ઈન્દોર ખાતે નેશનલ ફિન સ્વિમિંગ કોમ્પિટિશનમાં માત્ર 50 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાતના ફિન સ્વિમર્સ ગત સપ્ટેમ્બરમાં ફુકેત ખાતે યોજાયેલા ફિન સ્વિમિંગ વર્લ્ડ કપમાં ભાગ લઈ ચૂક્યા છે.

અંડરવોટર સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાતના સેક્રેટરી શિતલ ભટ્ટે કહ્યું કે, અમે અમદાવાદ અને રાજ્યના અન્ય સ્થળોએ ઘણી ઈવેન્ટ્સનું આયોજન કરતા રહીએ છીએ. આ ઉપરાંત રાજ્યના ફિન સ્વિમર્સને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે પ્રેરિત કરીએ છીએ.

તેમને મળતા એક્સપોઝર થકી અંડરવોટર સ્પોર્ટ્સની લોકપ્રિયતામાં પણ વધારો થાય છે. અમે ફિન સ્વિમિંગ ટુર્નામેન્ટનું તમામ જીલ્લામાં યોજવાની તૈયારી કરી રહ્યાં છીએ. અમે આવી જ એક ટૂર્નામેન્ટ એપ્રિલ- મે મહિનામાં રાજ્ય સ્તરીય ચેમ્પિયનશિપ બાદ યોજીશું. અમે ભવિષ્યમાં રાષ્ટ્રીય સ્તરની અંડરવોટર સ્પોર્ટ્સ લીગ શરૂ કરવા માગીએ છીએ, જેમાં દેશના તમામ ફિન સ્વિમર્સ ભાગ લે.

ફિન સ્વિમિંગ એ અંડરવોટર સ્પોર્ટ્સ છે જેમાં ફિનના ઉપયોગ કરતા 4 ટેકનિકની મદદથી અંડરવોટર કે વોટર સરફેસ પર સ્વિમિંગ કરી શકાય છે.

  1. સરફેસ ફિન-સ્વિમિંગઃ સરફેસ ફિન સ્વિમિંગ એ સરફેસ પર માસ્ક, સ્નોરકેલ અને મોનો-ફિન્સ સાથે કરાતી સ્વિમિંગ છે. જેમાં 50, 100, 200, 400, 800 અને 1500 મીટર તથા 4*100 મીટર રિલે, 4*200 મીટર રિલેમાં રેસ યોજાય છે.
  2. બી-ફિન્સ ફિન-સ્વિમિંગઃ બી-ફિન્સ સ્વિમિંગ એ પાણીની સરફેસ પર માસ્ક, સ્નોરકેલ અને ફિન્સની જોડી સાથે ક્રાઉલ સ્ટાઈલમાં કરાતી સ્વિમિંગ છે. જેમાં 50, 100, 200, 400 અને 4*100 મીટર રિલે સ્વિમિંગ પૂલમાં યોજાય છે, જ્યારે ઓપન વોટરમાં 4 કિ.મી., 6 કિ.મી. જેવી લાંબા અંતરની રેસ યોજાય છે.
  3. એપનિયા ફિન-સ્વિમિંગઃ એપનિયા ફિન-સ્વિમિંગ એ અંડરવોટર સ્વિમિંગ છે, જેમાં માસ્ક, મોનો-ફિન અને શ્વાસ રોકી ખેલાડી રેસમાં ઉતરે છે. તેમાં 50 મીટરની રેસ હોય છે અને તે માત્ર સ્વિમિંગ પૂલમાં યોજાય છે. સુરક્ષા કારણોસર તે આ રેસ ઓપન વોટરમાં યોજાતી નથી.
  4. ઈમરસન ફિન-સ્વિમિંગઃ ઈમરસન ફિન સ્વિમિંગ એ અંડરવોટર સ્વિમિંગ ટેકનિક છે, જેમાં ખેલાડી માસ્ક, મોનો-ફિન તથા શ્વાસ લેવાના ઉપકરણ સાથે સ્વિમિંગ પૂલમાં ખેલાડી ઉતરે છે. આ ટેકનિકની ફિન સ્વિમિંગમાં 100 અને 400 મીટરની રેસ યોજાય છે.

આ પણ વાંચો: અમદાવાદ: G-20 સમિટના ઉપલક્ષ્યમાં 9-10 ફેબ્રુઆરીએ યોજાશે અર્બન શેરપા ઈન્સેપ્શન બેઠક, આ 6 મુખ્ય પ્રાથમિકતા રહેશે

અમદાવાદમાં ફિન સ્વિમિંગની પ્રેક્ટિસ સ્વિમિંગ પૂલમાં થાય છે. 15 મહિલા સહિત 50 જેટલા કોચ હાલ એસોસિએશન સાથે સંકળાયેલા છે. અંડરવોટર રમતમાં ફિનસ્વીમીંગ પ્રખ્યાત છે. તે સિવાય અંડરવોટર ડાઇવિંગ જે દરિયામાં થાય છે. તે સિવાય અંડરવોટરમાં હોકી અને રગ્બી નવી રમત ઉમેરાઈ છે. જેનાથી પણ લોકો અજાણ છે. જેનાથી લોકો અવગત થાય અને લોકો રમતગમત ક્ષેત્રે અંડર વોટર રમતમાં આગળ વધે તે માટેનો એસોસિએશનનો પ્રયાસ છે.

Published On - 7:46 pm, Sun, 29 January 23

Next Article