AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદનો નવનિર્મિત અનુપમ બ્રિજ શરૂ થાય તે પહેલાં જ બે લોકોના જીવ ગયા, જાણો શું છે સમગ્ર મામલો ?

Ahmedabad : મણિનગરને અને ખોખરાને જોડતા ખોખરા અનુપમ બ્રિજનું કામ છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યું છે. જે બ્રિજનું કામ પૂર્ણ કરવા જુલાઈની ટાઈમ લાઇન નક્કી કરાઈ છે.

અમદાવાદનો નવનિર્મિત અનુપમ બ્રિજ શરૂ થાય તે પહેલાં જ બે લોકોના જીવ ગયા, જાણો શું છે સમગ્ર મામલો ?
File Photo
Darshal Raval
| Edited By: | Updated on: May 22, 2022 | 7:57 AM
Share

Ahmedabad news : નવનિર્મિત અનુપમ બ્રિજ (Anupam Bridge) શરૂ થાય તે પહેલાં જ કામગીરી દરમિયાન બે લોકોના જીવ ગયા છે. જેસીબીએ કામગીરી દરમિયાન રિવર્સ લેતા દીવાલ પડી ગઈ હતી અને જેને કારણે પિતા- પુત્રીનું મોત થયુ હતુ, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. મૃતકના પરિવાર અને કોંગ્રેસે (Congress) હાલ  મ્યુનિસિપલ કોર્પરેશન પાસે વળતરની માંગ કરી છે.

ખોખરા અનુપમ બ્રિજ પિતા-પુત્રી માટે બન્યો કાળ

મણિનગરને અને ખોખરાને જોડતા ખોખરા અનુપમ બ્રિજનું કામ છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યું છે. જે બ્રિજનું કામ પૂર્ણ કરવા જુલાઈ ની ટાઈમ લાઇન નક્કી કરાઈ છે. જેનું કામ પુરજોશ ચાલી રહ્યું છે.પરંતુ આ બ્રિજનું કામ પૂર્ણ થાય તે પહેલા એક દુર્ઘટના સર્જાઈ. જેમાં એક પિતા અને પુત્રીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો જેને હાલ સારવાર અર્થ એલ જી હોસ્પિટલમાં (LG Hospital) ખસેડવામાં આવ્યો છે.

જાણો સમગ્ર ઘટના ક્રમ

ખોખરા અનુપમ બ્રિજનું કામ ચાલતું હતું, ત્યારે આસપાસ એક જેસીબી ચાલકે રિવર્સ લઈ આગળ વધવા જતા જેસીબી દીવાલ સાથે અથડાયુ અને તે દીવાલ ધરાશાયી થઈ ગઈ. જેને કારણે દીવાલની બીજી બાજુ ઉભી રહેલી 2 વર્ષની બાળકી સીમા સલાટ અને તેના પિતા પ્રકાશ સલાટ અને બાબુ નામની વ્યક્તિ તેની નીચે દબાઈ ગયા. જો કે દીવાલ પડવાનો અવાજ આવતા સ્થાનિકો દોડી આવ્યા અને દટાયેલા લોકોને બહાર કાઢ્યા. તો સાથે જ રેસ્ક્યુ માટે ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી. જોકે ફાયર બ્રિગેડ (Fire Brigade) પહોંચે તે પહેલાં સ્થાનિકોઈ ત્રણેયને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા અને સારવાર માટે એલ જી હોસ્પિટલ મોકલી આપ્યા.

હોસ્પિટલમાં સીમા અનેતેના પિતાને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા,જ્યારે બાબુને માથાના ભાગે ઇજા થતાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી. આ ઘટના બનતા સ્થાનિકોએ રોષમાં આવી જેસીબી અને અન્ય વાહનમાં તોડફોડ કરી. જો કે બાદમાં તકનો લાભ લઈ જેસીબી ચાલક નાસી છુટ્યો હતો.

મૃતકને ન્યાય આપવા કોંગ્રેસની માંગ

ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાન, પોલીસ અને યુથ કોંગ્રેસના સભ્યો સ્થળ પર દોડી આવ્યા. ઉપરાંત યુથ કોંગ્રેસે જ્યાં સુધી જેસીબી ચાલક ઝડપાય નહિ અને મૃતકને ન્યાય ન મળે ત્યાં સુધી જેસીબી નહિ હટાવવા જણાવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે, ઘટનાની જાણ થતાં જ શહેરમાં પ્રથમ નાગરિક મેયર કિરીટ પરમાર, વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ, ગોમતીપુર કોર્પોરેટર ઇકબાલ શેખ અને ધારાસભ્ય શૈલેષ પરમાર એલ જી હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં મેયરે ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી જવાબદાર સામે યોગ્ય પગલાં લેવા ખાતરી આપી. તો બીજી તરફ વિપક્ષના નેતાએ ઘટનાને ગંભીર બાબત ગણાવી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા અને મૃતકને ન્યાય આપવા માંગ કરી.

પોલીસ તપાસ શરૂ કરવામાં આવી

ખોખરા અનુપમ બ્રિજ પાસે દીવાલ ધરાશાયી થવાને  મામલે મનપા દ્વારા બિલ્ડર પાસેથી સહાય આપવવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. જેમાં રણજીત બિલ્ડકોન 5  -5 લાખ ની સહાય કરશે. તો સમગ્ર ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધીને પણ કાર્યવાહી શરૂ કરાઇ હોવાની ચર્ચા છે.ૉ

ઉલ્લેખનીય છે કે, 4 વર્ષથી બ્રિજનું કામ ચાલતું હોવાથી એક મહિના પહેલા જ મુખ્યમંત્રીએ ખોખરા રેલવે બ્રિજ ની મુલાકાત લીધી. જે બ્રિજ રેલવેનો લોખંડનો સૌથી મોટો બ્રિજ માનવામાં આવી રહ્યો છે. જેથી મણિનગર અને ખોખરના રહીશોને વાહન વ્યવહારમાં સરળતા રહે, તેમજ ટ્રાફિક સમસ્યા હલ થાય.

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">