
હાર્દિક પટેલ ગુજરાતમાં પટેલ સમુદાય દ્વારા OBC દરજ્જાની માગ સાથે ચાલી રહેલા અનામત આંદોલનનો યુવા નેતાનો ચહેરો હતો. તેઓ પટેલ સમુદાયને OBC દરજ્જામાં સમાવીને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત ઇચ્છે છે.ગુજરાતમાં આંદોલનમાં સંડોવાયેલા હોવા બદલ તેમને 2 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.
હાર્દિક પટેલનો જન્મ 20 જુલાઈ 1993ના રોજ ગુજરાતના કડવા-પાટીદાર ચંદન નગરીમાં થયો હતો. જુલાઈ 2015માં હાર્દિકની બહેન મોનિકા રાજ્ય સરકારની શિષ્યવૃત્તિ મેળવવામાં નિષ્ફળ રહી હતી. આ કારણોસર તેમણે પાટીદાર અનામત આંદોલન સમિતિની રચના કરી હતી. હાર્દિક પટેલે 2022માં ગુજરાત વિધાનસભા પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. 02 જૂન 2022 ના રોજ, હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમને ભાજપનું સભ્યપદ આપ્યું હતું.
Tv9 ગુજરાતીના સત્તા સંમેલનમાં તેમણે સૌ પ્રથમ સવાલ આંદોલનનો પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે, આંદોલ જ નહીં પરંતુ તેના કારણે મળેલી યોજનાને કારણે લાભ તો મળ્યો જ છે . પરંતુ ભાજપમાં રહીને પણ અત્યરે અનેક કામો થઈ રહ્યા છે. આ સમે કોંગ્રેસ પ્રવક્તા હિમાંશુ પટેલે કહ્યું કે, રાહુલ ગાંધી હાલમાં ન્યાય યાત્રા કાઢી રહ્યા છે.
ન્યાય યાત્રા અંગે જણાવતા કહ્યું કે, ભ્રષ્ટાચાર અંગે અવાજ ઉઠાવવા માટે આ કરવું પડે છે. તેમણે ભ્રષ્ટાચાર અંગે વાત કરતાં જણાવ્યું કે, હાલમાં કોઈ પણ સર્ટિફિકટ માટે પૈસા આપવ પડે છે. પૈસા વગર કોઈ કામ થતાં નથી. જે વાત ને હાર્દિક પટેલે નકારી હતી.
કોંગ્રેસના લોકો ધરસભ્યોના પક્ષ પલટા પર તેમણે વાત કરતાં જણાવ્યું કે, સતાની લાલચ દરેક લોકોને હોય છે. જેને જે મળ્યું છે તેનાથી વધુ જોઈતું હોય તેવું તેમણે જણાવ્યું. સંગઠન નબળું પાડવાની વાત આવી ત્યારે હિમાંશુ પટેલે જણાવ્યું કે, અમારા લોકોની પણ ક્યાંક ભૂલ હોય. પરંતુ નેતા કોઈ નથી ગયા.
આ સાથે હાર્દિક પટેલને ભાજપમાં કોંગ્રેસ જેવુ જ લાગે છે તેવા નિવેદનને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના અનેક લોકો ભાજપમાં જોડાયા છે. કારણ કે કોંગ્રેસ રાષ્ટ્ર વિરોધી વાત કરે છે. ન્યાય યાત્રા કાઢી જાતિવાદ જેવી જ વાતો રાહુલ ગાંધી કરે છે તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું. CM ચહેરો પાટીદાર હોવા અંગે હાર્દિક પટેલને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે હાર્દિક પટેલે જવાબ આપ્યો કે, મે આજ સુધી આવું નિવેદન આપ્યું નથી કે CM ચેહરો પાટીદાર હોવો જોઈએ. કોંગ્રેસ પ્રવક્તા હિમાંશુ જોશીએ જણાવ્યું કે, 400 પાર આ વખતે 400 પાર નહીં હોય. કારણ કે, આ બધું ગઠબંધન છે.
હાર્દિક પટેલે અંતમાં વોટ અંગે વાત કરી ત્યારે કહ્યું કે, કોંગ્રેસ જો મુસ્લિમના નામે વોટ માંગે તો ભાજપ હિંદુના નામે કેમ નહીં તેવું તેમણે જણાવ્યું હતું.
Published On - 5:07 pm, Sat, 9 March 24