Ahmedabad : આજે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદીઓને આપશે કરોડોના વિકાસ કામોની ભેટ, વિકાસ કામોને લઈ અધિકારીઓ સાથે કરશે બેઠક

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) ગુજરાતના પ્રવાસનો બીજો દિવસ છે. અમિત શાહ આજે ગાંધીનગર લોકસભામાં આવતા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં કુલ 1707.25 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ગૃહ પ્રધાનના હસ્તે 910.21 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તો બીજી તરફ અમિત શાહના હસ્તે 262.27 કરોજના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે.વોટર, ડ્રેનેજ સહિતના કામોનો સમાવેશ થશે.

Ahmedabad : આજે  કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદીઓને આપશે કરોડોના વિકાસ કામોની ભેટ, વિકાસ કામોને લઈ અધિકારીઓ સાથે કરશે બેઠક
Amit Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2023 | 8:22 AM

Amit Shah : કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) ગુજરાતના પ્રવાસનો બીજો દિવસ છે. અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં કરોડો રુપિયાના કામોનું લોકોર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં તેઓ ચાર તળાવ ભાડજ, ઓગણજ, સરખેજ, જગતપુરમાં લોકાપર્ણ કાર્યક્રમમાં હાજરી આપશે.

અમિત શાહ આજે ગાંધીનગર લોકસભામાં આવતા અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં કુલ 1707.25 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેમજ ગૃહ પ્રધાનના હસ્તે 910.21 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તો બીજી તરફ અમિત શાહના હસ્તે 262.27 કરોજના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે.વોટર, ડ્રેનેજ સહિતના કામોનો સમાવેશ થશે.

આ પણ વાંચો : Ahmedabad : PM નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવેલી અમદાવાદ મેટ્રો રેલ સેવાની સફળતાનું એક વર્ષ પૂર્ણ, જુઓ PHOTOS

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે ત્રાગડમાં આવેલા તળાવનું લોકાર્પણ કરવામાં આવશ. લગભગ 6 કરોડનો ખર્ચે કરી આ તળાવ બનાવવામાં આવ્યું છે. આ તળાવ પીપીપી મોડેલને આધારે બનાવાયેવામાં આવેલુ છે. આ તળાવ કુલ 35 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું છે. ત્રાગડમાં આવેલા તળાવ ફરતે પાર્ક પણ તૈયાર કરવામાં આવ્યો છે. તળાવના પાર્ક અનેક પ્રકારની સુવિધાઓથી સજ્જ છે. જેમાં બાળકોને રમવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતમાં રાજકીય બેઠક કરે તેવી પણ સંભાવના

ત્રાગડ પાસે આવેલા લલિતા ગોવિંદ ઉદ્યાન નજીક જાહેર સભા સંબોધશે. જયારે અમદાવાદ અને ઔડા નિર્મિત વિવિધ સુવિધાઓ શરૂઆત કરવામાં આવશે. રાજ્યનું પાટનગર ગાંધીનગરમાં પણ નાઈપર સંસ્થાના નવા મકાનનું ઉદઘાટન કરવામાં આવશે. ગૃહ પ્રધાન અમિત શાહના પ્રવાસ દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. તેમજ તેઓ પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં વિકાસને લઈ અધિકારીઓ સાથે બેઠક યોજી અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે . અમિત શાહ ગુજરાતમાં રાજકીય બેઠક કરે તેવી પણ સંભાવના છે.

તો 120 કરોડનો ખર્ચે કરી તૈયાર કરવામાં આવેલા કોતરપુર વોટર વર્ક્સથી સાબરમતી પર બ્રિજ બનાવી મોટેરા સુધી પાઇપ લાઇનના કાર્યનું આજે લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે બોડકદેવ, ઘાટલોડિયા, થલતેજ અને ગોતામાં વોટર સ્ટેશનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">