Today Tender News: અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ગુજરાત રાજ્યના જાહેર બાંધકામ માટે ટેન્ડર બહાર પડાયુ, મેળવો ટેન્ડર અંગેની સંપૂર્ણ માહિતી આ પોસ્ટમાં
Today Tender News : અમદાવાદ શહેરી વિકાસ સતામંડળ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના જાહેર બાંધકામ વિભાગ/ રોડ/જોબ વર્ક/સ્ટ્રીટ લાઇટ વર્કની માટે કોન્ટ્રાકટર પાસેથી ટેન્ડર મંગાવવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ કે ઔડા(AUDA) એ ભારત દેશના ગુજરાત રાજ્યના મહત્વના શહેર અમદાવાદના ઉપનગરીય વિસ્તારોમાં બુનિયાદી રચનાઓના બાંધકામ અને વિકાસકાર્યની દેખરેખ માટે જવાબદાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. ઔડાનું કાર્યાલય અમદાવાદમાં આશ્રમ રોડ પર ઉસ્માનપુરા ખાતે આવેલ છે.
ટૂંકી મુદતની ટેન્ડર નિવિદા
અમદાવાદ શહેરી વિકાસ સતામંડળ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના જાહેર બાંધકામ વિભાગ/ રોડ/જોબ વર્ક/સ્ટ્રીટ લાઇટ વર્કની માટે કોન્ટ્રાકટર પાસેથી ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. તથા સદર કામના ટેન્ડરોની વિગત નીચે મુજબ છે.
8 ગામો માટે ઇલેક્ટ્રોમિકેનિકલ કાર્ય શરૂ કરવામાં માટે મંગાવ્યા છે ટેન્ડર
જલજીવન મિશન હેઠળ જાસપુર સ્થિત હેડ વર્ક હેઠળ આવરી લેવામાં આવેલા 8 ગામો માટે ઇલેક્ટ્રોમિકેનિકલ કાર્ય સાથે ક્લિયર વોટર સમ્પ અને પંપહાઉસનું બાંધકામ જોગ ટેન્ડર મંગાવવામાં આવ્યા છે, કાર્યની મુદત 5 વર્ષ રહેશે (job no. 50/2022-23). ટેન્ડરની રકમ રૂ 16, 43,92, 468.00 રાખવામાં આવી છે.
પુછપરછ માટેની વિગત
ઉપરોક્ત વિગત અત્રેની કચેરીના જાહેર નોટીસ બોર્ડ / અમલીકરણ શાખાની નોટીસ બોર્ડ તથા AUDAની વેબ સાઇટ www.auda.in તથા https://auda.nprocure.com પર જોવા મળશે, ટેન્ડર ભરવા માટે N-code solution 403 ટાવર, બોડકદેવ, અમદાવાદ ખાતે સંપર્ક સાધવાનો રહેશે. આ બાબતની પુછપરછ માટે ટોલ ફ્રિ નંબર – 7359021663 તથા 079-40007300 પર સંપર્ક કરી શકાશે , ઉપરાંત ઇ- મેઇલ દ્વારા માહિતી પુછપરછ માટે nprocure@ncode.in પર સંપર્ક કરવાનો રહેશે.