ડોક્ટર બનવાને બદલે અભ્યાસ છોડી યુવાન ચોરીના રવાડે, 3 શખ્શ વાહન ચોરીમાં ઝડપાયા

|

Feb 12, 2024 | 9:52 PM

અત્યાર સુધી આપણે ઘણા બધા ચોરોની વાત સાંભળી છે. અમુક મોજશોખ માટે ચોરીઓ કરતા હોય છે તો અમુક જરૂરિયાતો સંતોષવા માટે ચોરી કરે છે. પરંતુ આજે એક એવી ચોર ટોળકી વિશે વાત કે જેના ત્રણેય સભ્યો અલગ અલગ જરૂરિયાતોને કારણે ચોરી કરતા થયા હતા. આ ગેંગ ચોરીઓ તો કરતા હતા સાથોસાથ તેનાથી પૈસા પણ કમાતા હતા.

ડોક્ટર બનવાને બદલે અભ્યાસ છોડી યુવાન ચોરીના રવાડે, 3 શખ્શ વાહન ચોરીમાં ઝડપાયા
3 શખ્શ વાહન ચોરીમાં ઝડપાયા

Follow us on

સામાન્ય રીતે પૈસાની લાલચ અથવા તો શોર્ટકટ પૈસા કમાવવા અથવા તો મોજશોખ પુરા કરવા માટે અમુક લોકો ચોરીને અંજામ આપતા હોય છે. અત્યાર સુધીના અનેક કિસ્સાઓમાં ચોરીઓ કરવા પાછળનું સામાન્ય કારણ આવું જ કંઈક રહ્યું છે. પરંતુ અમદાવાદ ઝોન 1 એલસીબી ની ટીમ દ્વારા એક ચોર ગેંગને પકડી પાડવામાં આવી છે. આ ચોર ગેંગના ત્રણ સભ્યોની હકીકત જાણી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. આ ત્રણ પૈકી બે ચોરોનું ચોરીઓ કરવા પાછળનું કારણ ખૂબ જ અલગ હતું.

વાત જાણે એમ છે કે થોડા સમય પહેલા સરકારી ક્વાર્ટર માંથી એક કારની ચોરી થઈ હતી જેની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ મથકમાં નોંધાઈ હતી. સીસીટીવીના આધારે પોલીસ દ્વારા કાર ચોરોને પકડી પાડવા તજવીજ હાથ ધરાઈ હતી. જેમાં પોલીસે કારચોરી કરતા ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ ત્રણેય લોકોની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આ ત્રણેય ચોરો દ્વારા ફક્ત કાર ચોરી નહીં પરંતુ અત્યાર સુધી અલગ અલગ 12 જેટલા બાઇક પણ ચોરી કર્યા છે જેથી પોલીસે ત્રણેય ચોરો પાસેથી એક કાર અને ચોરી કરેલા બાર બાઈક કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

ડેન્ટિસ્ટનો અભ્યાસ છોડી ચોરીના રવાડે ચડ્યો

પોલીસે ચોરી કરતા રાહુલ ચાંપાનેરી, યોગેશ્વર ઉર્ફે ગોપાલ અને દિલીપ નામના વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે રાહુલ ચાપાનેરી ડેન્ટિસ્ટ ના પહેલા વર્ષમાં કોલેજમાં અભ્યાસ કરતો હતો. જોકે ઓનલાઈન ગેમમાં રાહુલ વધુ પૈસા હારી જતા તેને દેવું થઈ જતા તે કોલેજની ફી ભરપાઈ કરી શક્યો નહીં, આમ તેણે ડેન્ટિસ્ટનો અભ્યાસ છોડી દીધો હતો. તેણે પોતાનું કરજ ઉતારવા બાઈક ચોરી કરવા લાગ્યો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

તો બીજી તરફ યોગેશ ઉર્ફે ગોપાલ પાનનો ગલ્લો ચલાવતો હતો પરંતુ કોરોના સમયે તેનો ધંધો ભાંગી પડતા તે પણ બાઈક ચોરી કરવા લાગ્યો હતો.
જ્યારે દિલીપ પણ પૈસા માટે અન્ય બંનેની સાથે ચોરીઓ કરવામાં જોડાતો હતો.

બાઇક ચોરી ભાડે આપી

પોલીસની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે જે બાઈક આ ચોર ગેંગ ચોરતી હતી તેમાં વધુ પડતા સ્પ્લેન્ડર બાઈક ચોરી કરતી હતી. એક સ્પેલન્ડર બાઈકને તો રેપીડો એપ્લિકેશન દ્વારા મુસાફરોને અવરજવર માટે મૂક્યું હતું. રેપિડો એપમાં બાઈકનું રજીસ્ટ્રેશન કરાવી પૈસા પણ કમાતા હતા અને અત્યાર સુધી 150 થી વધુ બાઇકની ટ્રીપ પણ કરી હતી.

જે સમયે રેપિડોમાં રજીસ્ટ્રેશન કરવાનું હોય ત્યારે તેમાં ડોક્યુમેન્ટ માટે ઓપ્શન આપવામાં આવતો હોય છે. તેની સાથે થોડા સમય બાદ પણ રજીસ્ટ્રેશન કરવાનો ઓપ્શન પણ હોવાથી રાહુલ અને તેની ગેંગ દ્વારા બાઈકનું રજીસ્ટ્રેશન રેપિડોમાં કરાવી પૈસાની કમાણી પણ શરૂ કરી દીધી હતી. ભવિષ્યમાં પણ આ બાઈકો રેપિડોમાં ચડાવી કમાણી કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતઃ ભાજપ દ્વારા રાજ્યસભાના ઉમેદવારોના નામની થઇ શકે છે જાહેરાત, નો-રિપીટ થિયરી!

હાલ તો પોલીસ એ ત્રણે ચોરોની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અને અન્ય કોઈ વ્યક્તિ ચોરીમાં સામેલ છે કે કેમ અથવા તો અન્ય કોઈ જગ્યા ઉપર થી ચોરીઓ કરી છે કે કેમ તેને લઈને પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:23 pm, Mon, 12 February 24

Next Article