ગુજરાતઃ ભાજપ દ્વારા રાજ્યસભાના ઉમેદવારોના નામની થઇ શકે છે જાહેરાત, નો-રિપીટ થિયરી!
ભાજપે ગઇકાલે રવિવારે અલગ અલગ રાજ્યોમાંથી 14 નામોની જાહેરાતરાજ્યસભાના ઉમેદવારોની ટિકિટની કરી હતી. હવે ગુજરાતની 4 બેઠકો માટે ભાજપ દ્વારા રાજ્યસભાના ઉમેદવારોના નામોની જાહેરાત સોમવારે મોડી રાત્રી સુધીમાં જાહેરાત કરવામાં આવી શકે છે. ભાજપ દ્વારા જાહેર થનારી યાદીમાં નો-રિપીટની થિયરી જોવા મળી શકે છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમવારે મોડી રાત્રી સુધીમા રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોના નામોની જાહેરાત થઈ શકે છે. ગઇકાલે રવિવારે ભાજપે 14 નામોની જાહેરાત કરી હતી. અલગ અલગ રાજ્યોની બેઠકો માટે ભાજપ દ્વારા રાજ્યસભાના ઉમેદવારોની નામની જાહેરાત કરવામાં આવી હતી. હવે સોમવારે પણ અલગ અલગ રાજ્યની બેઠકોના નામ સાથે ગુજરાતની ચાર બેઠકોના નામની પણ જાહેરાત કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: અંબાજી ગબ્બર પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ, પાંચ દિવસ ભક્તોની ભીડ ઉમટશે
ગુજરાતની ચાર બેઠકો પૈકી બે ભાજપના સિનીયર નેતાઓ પરષોત્તમ રુપાલા અને મનસુખ માંડવીયા હાલમાં રાજ્યસભાના સાંસદ છે. જે બંને સિનીયર નેતાઓને રાજ્યસભાના ઉમેદવારોની યાદીમાંથી બાકાત રાખવામાં આવી શકે છે. રુપાલા અને માંડવીયા બંને કેન્દ્રીય પ્રધાન છે. જેઓને સ્થાને ભાજપ નવા ઉમેદવારોને સ્થાન આપી શકે છે. આમ નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે.
