ત્રણ વર્ષ બાદ AMCના સ્વીમીંગ પુલ હાઉસફૂલ, એપ્રિલમાં સભ્યોની સંખ્યા બે ગણી વધી

|

Apr 17, 2022 | 5:39 PM

કોરોનાકાળ બાદ ત્રણ વર્ષ પછી કોર્પોરેશન સંચાલિત સ્વીમીંગ પુલો હાઉસફૂલ થઈ ગયા છે. ઉનાળાની શરૂઆત થતાં જ કોર્પોરેશન (AMC) સંચાલિત સ્વીંમીંગ પુલોમાં સભ્યોની સંખ્યામાં બે ગણો વધારો થયો છે.

ત્રણ વર્ષ બાદ AMCના સ્વીમીંગ પુલ હાઉસફૂલ, એપ્રિલમાં સભ્યોની સંખ્યા બે ગણી વધી
Three years later, AMC's swimming pool Housefull doubled its membership in April

Follow us on

Ahmedabad : કોરોનાકાળ બાદ ફરી એક વખત શહેરના સ્વીમીંગ પુલ ધમધમતા થયા છે. ત્રણ વર્ષ બાદ એએમસી (AMC) સંચાલિત સ્વીમીંગ પુલ (Swimming pool)હાઉસ ફુલ થયા છે. ઉનાળાની શરૂઆત થતાં જ કોર્પોરેશનના તમામ સ્વીંમીંગ પુલ હાઉસફુલ (Housefull)થઈ ગયા છે. એપ્રિલમાં જ એએમસી સંચાલિત સ્વીમીંગ પુલોમાં સભ્યોની સંખ્યા બે ગણી વધી છે.

કોરોનાકાળ બાદ ત્રણ વર્ષ પછી કોર્પોરેશન સંચાલિત સ્વીમીંગ પુલો હાઉસફૂલ થઈ ગયા છે. ઉનાળાની શરૂઆત થતાં જ કોર્પોરેશન સંચાલિત સ્વીંમીંગ પુલોમાં સભ્યોની સંખ્યામાં બે ગણો વધારો થયો છે. શહેરમાં એએમસી સંચાલિત નાના મોટા 28 સ્વીમીંગ પુલ છે. હાલ તમામ સ્વીમીંગ પુલો હાઉસફુલ થઈ ગયા છે. સ્વીંમીંગ પુલો હાઉસફુલ થતાં એએમસીને ચાલુ વર્ષે 1.60 કરોડની આવક થઈ છે. આ અંગે કોર્પોરેશનની રીક્રીએશન કમીટીના ચેરમેને રાજેશ દવેએ જણાવ્યું હતું કે એએમસી સંચાલિત સ્વીમીંગ પુલોમાં ખાનગી સ્વીમીંગ પુલો કરતાં સારી સુવિધા આપવામાં આવે છે. જેના કારણે લોકોનો ધસારો વધ્યો છે.

જાન્યુઆરીથી માર્ચ 2022 સુધી ત્રણ મહિનામાં કોર્પોરેશનના સ્વીમીંગ પુલોમાં 3411 જેટલા સભ્યો નોંધાયા હતા.જેમાંથી એએમસીને 50 લાખ રૂપિયાની આવક થઈ છે.જ્યારે ઉનાળાની શરૂઆત થતાં જ સભ્યોની સંખ્યા બે ગણી વધી ગઈ છે.1 એપ્રિલથી 16 એપ્રિલ સુધીના 16 દિવસમાં જ કોર્પોરેશનના સ્વીમીંગ પુલોમાં 3635 જેટલા સભ્યો નોંધાયા છે.અને છેલ્લા 16 દિવસમાં એએમસીને 51 લાખની આવક થઈ છે.અને ઉનાળો શરૂ થતાં સ્વીમીંગ પુલમાં સભ્ય બનવા માટે લોકોનો ધસારો વધી રહ્યો છે.દરરોજ સ્વીમીંગ પુલના સભ્ય બનવા અને સ્વીમીંગ શીખવા માટેના 2 હજાર ફોર્મ વેચાય છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

છેલ્લા ચાર મહિનામાં એએમસી સંચાલિત સ્વીમીંગ પુલોમાં 7 હજાર જેટલા સભ્યો નોંધાયા છે.અને હાલ એએમસી સંચાલિત સ્વીમીંગ પુલોમાં 10 હજાર જેટલા એક્ટિવ સભ્યો છે.સભ્યોની સંખ્યામાં ભારે વધારો થતાં એએમસી દ્રારા એક્સ્ટ્રા બેચો શરૂ કરવામાં આવી છે.સવાર અને સાંજની તમામ બેચો હાલ ફુલ થઈ ગઈ છે.ત્યારે આગામી દિવસોમાં વેકેશનમાં બાળકોમાં સ્વીમીંગ શીખવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જેને લઈને એએમસીના સ્વીમીંગ પુલોમાં વધારાની બેચો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :Watermelon Benefits: વજન ઘટાડવાથી લઈને આંખોની રોશની વધારવા માટે તરબૂચ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક

આ પણ વાંચો :જેલમાં જવાથી આંદોલન તૂટવાના બદલે મજબૂત બન્યું : યુવરાજસિંહ

Next Article