સાઉથ વેસ્ટર્ન રેલવેમાં નોન ઈન્ટરલોકિંગ કામગિરીના લીધે રાજકોટ ડિવિઝનની ત્રણ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ
આન્ધ્રપ્રદેશમાં અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, યેલહંકા, ક્રુષ્ણરાજપુરમ અને બંગારપેટ લાઈન પર ઇન્ટરલોકિંગનું કામ ચાલી રહ્યું છે જેના કારણે આ સ્ટેશનો પરથી પસાર થતી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે.
સાઉથ વેસ્ટર્ન રેલવે (Southwestern Railway) માં નોન ઈન્ટરલોકીંગ (non-interlocking) કામગિરીના લીધે રાજકોટ ડિવિઝન (Rajkot division) ની ત્રણ ટ્રેનો (trains) આંશિક રીતે ડાયવર્ટ (divert) કરાયેલા રૂટ (route) પર દોડશે. દક્ષિણ પશ્ચિમ રેલવેનામાં આવેલ હિંદુપુર-પેનુકોંડા સેક્શનમાં નોન-ઇન્ટરલોકીંગ કામગિરીના લીધે રાજકોટ ડિવિઝનની ત્રણ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આન્ધ્રપ્રદેશ (Andhra Pradesh) માં અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, યેલહંકા, ક્રુષ્ણરાજપુરમ અને બંગારપેટ લાઈન પર ઇન્ટરલોકિંગનું કામ ચાલી રહ્યું છે જેના કારણે આ સ્ટેશનો પરથી પસાર થતી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. દેશભરમાંથી આવતી આ વિ્તારમાંથી પસાર થતી કુલ ડાયવર્ટ ટ્રેનોની સંખ્યા ઘણી મોટી છે.
અત્રે નોંધનીય છે કે આ સૂચિ રેલવે દ્વારા સતત અપડેટ કરવામાં આવે છે અને આવી સ્થિતિમાં રદ, ડાયવર્ટ અને રિશેડ્યુલ કરાયેલી ટ્રેનોની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. તેથી એ મહત્વનું છે કે તમે વેબસાઇટ પરથી આ સંબંધમાં નવીનતમ માહિતી મેળવી શકાય છે. ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડનારી રાજકોટ ડિવિઝનની ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
1. ટ્રેન નંબર 19568 ઓખા-તુતીકોરિન વિવેક એક્સપ્રેસ 25મી માર્ચ, 2022 ના રોજ વાયા ગુંટકલ- રેનિગુંટા–જોલારપેટ્ટાઈ-સેલમ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, યેલહંકા, ક્રુષ્ણરાજપુરમ અને બંગારપેટ નો સમાવેશ થાય છે.
2. ટ્રેન નંબર 19567 તુતીકોરિન-ઓખા વિવેક એક્સપ્રેસ 27મી માર્ચ, 2022 ના રોજ વાયા સેલમ-જોલારપેટ્ટાઈ-રેનિગુંટા-ગુંટકલ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં બંગારપેટ, કૃષ્ણરાજપુરમ, યેલહંકા, હિન્દુપુર, ધર્માવરમ અને અનંતપુર નો સમાવેશ થાય છે.
3. ટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ 27મી માર્ચ, 2022 ના રોજ વાયા ગુંટકલ- રેનિગુંટા-જોલારપેટ્ટાઈ-તિરુપત્તૂર થઈને ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં ગુત્તી, અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, યેલહંકા, કૃષ્ણરાજપુરમ અને બંગારપેટ નો સમાવેશ થાય છે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનો ના સંચાલન ને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
આ પણ વાંચોઃ Rajkot: સુજલામ સુફલામ જળ અભિયાનમાં સેવાભાવી સંસ્થાઓ અને ઔદ્યોગિક એકમોને સહભાગી બનવા જિલ્લા કલેકટરે કરી અપીલ