Surat: સુરતથી અમદાવાદ આવતી ટ્રેનમાં આરોપી ચોરીને આપતા અંજામ, અમદાવાદ રેલવે પોલીસે આખી ગેંગને કરી જેલ હવાલે

અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર મુસાફરોના મોબાઈલ ચોરી કરતી ટોળકીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે બે આરોપી માત્ર મોબાઈલ ચોરી કરવા માટે રાતે સુરતથી અમદાવાદ આવતા અને ચોરીને અંજામ આપી ફરાર થઈ જતા હતા. સાથે જ પોલીસે ચોરીના મોબાઈલ ખરીદનાર પણ બે આરોપીની ધરપકડ કરી 33 મોબાઇલ કબ્જે કર્યા છે.

Surat: સુરતથી અમદાવાદ આવતી ટ્રેનમાં આરોપી ચોરીને આપતા અંજામ, અમદાવાદ રેલવે પોલીસે આખી ગેંગને કરી જેલ હવાલે
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Oct 05, 2023 | 1:29 PM

અમદાવાદ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર મોબાઈલ ચોરીની ઘટના સામે આવતી રહે છે. જોકે આખરે આ આરોપીઓ ઝડપાયા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોના મોબાઈલ ચોરી કરતા હતા. રેલવે પોલીસે ચોરી કરતી ટોળકીના પાંચ શખ્સોની ધરપકડ કરી ચોરીના 33 મોબાઈલ કબજે કર્યા છે.

મહત્વનું છે કે મોનારામ રાઠોડ અને સૂરજ સહાની બંને આરોપી સુરતના કીમ વિસ્તારમાંથી મોડી રાત્રે માત્ર અમદાવાદ રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોરી કરવા આવતા અને વહેલી સવારે સુરત જતી ટ્રેનમાં પરત જતા રહેતા હતા અને તેમને ચોરેલા મોબાઈલ સલીમ ગરાસીયા નામના ઓલપાડના આરોપીને વેચી દેતા હોવાનું સામે આવ્યું છે.

સાથે જ અમદાવાદના વિજય પટણી અને મહંમદ સોએબ પણ મોબાઈલ અને લેપટોપ ચોરી કરતા અને અંકલેશ્વરના ભરત મકવાણાને વેચી દેતા હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે ચોરી કરેલા 33 મોબાઇલ છેલ્લા ચાર મહિનામાં ચોરી કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video

અમદાવાદ રેલવે સ્ટેશન પર આરામ ફરમાવતા વેઇટિંગ એરિયા, ટ્રેનમાં ચડતા ધક્કા મૂકી કરી અને ચાર્જિંગમાં પડેલા મોબાઈલ પરથી માલિકની નજર ચૂકવી ચોરી કરતા હતા. ઝડપાયેલા તમામ આરોપીઓ ચોરી કરેલા મોબાઈલ બિલ વગર માત્ર ત્રણ કે ચાર હજારની નજીક કિંમતમાં અન્ય રાજ્યોના મોબાઈલ દુકાન ધારકો અથવા ચોરીના મોબાઈલ ખરીદતા આરોપીને વહેંચી દેતા હતા.

રેલવે પોલીસે આ તમામ છ આરોપીઓ પાસેથી કુલ ત્રણ લાખ રૂપિયાના મોબાઈલ અને લેપટોપ કબજે કરી તેમના મૂળ માલિકોને સોંપવાની તજવીજ શરૂ કરી છે. નોંધનીય છે કે આ ગેંગ છેલ્લા એક વર્ષ થી અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરો રાત્રીના સમયે સૂતા હોય તેવા મુસાફર મોબાઇલની ચોરી કરતા હતા.

આ પણ વાંચો : અંબાજી મંદિરના પ્રસાદના ઘીમાં ભેળસેળ બાદ તંત્ર સફાળુ જાગ્યુ, અમદાવાદમાં હેલ્થ વિભાગના મોટાપાયે દરોડા

રેલવે પોલીસ મથકના ચાલુ વર્ષમાં જ 1000 કરતાં વધુ મોબાઈલ ચોરીની ફરિયાદો નોંધાઈ છે. જેથી ઝડપાયેલ આરોપીઓ પાસેથી અન્ય ગુનાની હકીકત તથા ચોરી માટે તેઓ ક્યારેક ક્યારેક રેલવે સ્ટેશનને આવ્યા છે. તેના સીસીટીવી ફૂટેજ એકઠા કરી અન્ય મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાય તથા ચોરી કરતી અન્ય ગેંગની માહિતી એકઠી કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે વધુ કેટલા મોબાઇલ ચોરીના ગુના નો ભેદ ઉકેલાય છે તે જોવું મહત્વનું છે.

 અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">