Ahmedabad: ઝારખંડની મોબાઈલ ચોર પર પોલીસે કસ્યો સકંજો, ફ્લાઈટમાં બેસી આંતરરાજ્યોમાં મોબાઈલ ચોરી કરવા જતા
Ahmedabad: ઝારખંડની મોબાઈલ ચોર ગેંગના બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ગેંગ ફ્લાઈટમાં બેસી આંતર રાજ્યોમાં મોબાઈલ ચોરી કરવા જતી અને દેશા અનેક રાજ્યોમાં મોબાઈલ ચોરી કરી એજન્ટ દ્વારા પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં ફોન વેચતા હતા.
Ahmedabad: જો તમારો આઈફોન ચોરાઈ ગયો હોય અને કોઈ તમને ફોન કરીને એમ કહે કે કંપનીમાંથી બોલુ છુ, તમારો ફોન ડિટેક્ટ થયો છે અને તમારો આઈડી પાસવર્ડ આપો તો આપતા નહીં. નહીં તો તમારો ફોન ક્યારેય પાછો નહીં આવે. આવી રીતે લોકોને ફોન કરનારી ઝારખંડની મોબાઈલ ચોર ગેંગ પર પોલીસે સકંજો કસ્યો છે.
ભીડભાડવાળી જગ્યાએ આપતા ચોરીને અંજામ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત અનેક વિસ્તારોમાં આઈફોન સહિતના અનેક મોબાઈલની ચોરીઓ થઈ હતી. આ મામલે પોલીસ મોબાઈલ ચોર ટોળકીની શોધખોળ કરી રહી હતી. મોબાઈલ ચોરી કરતી ટોળકી અમદાવાદ કે ગુજરાતની નહીં પણ ઝારખંડની હોવાની માહિતી પોલીસને મળી હતી. કાલુપુર પોલીસને બાતમી મળી કે, મોબાઈલ ચોરના ઝારખંડની ગેંગના બે શખ્સો કાલુપુર રેલવે સ્ટેશ પાસે ફરી રહ્યા છે. પોલીસની ટીમ તાત્કાલિક રેલવે સ્ટેશન પહોંચી. આરોપીઓ શહેર છોડી ભાગે તે પહેલા રોહિત કુમાર અને વિષ્ણુ મહતોને પકડી લેવામાં આવ્યા.
આરોપીઓ આઈફોન ચોરી અને વેચવામાં અવ્વલ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ ખાસ કરીને આઈફોનની ચોરી વધુ કરતા હતા. મૂળ ઝારખંડની આ ગેંગમાં કુલ ચાર આરોપીઓ છે. ચારેય આરોપીઓ આઈફોનની ચોરી કરી તેને વેચવામાં માહેર છે. ચોરી કરવા માટે આરોપીઓ એક શહેરથી બીજા શહેર જવા માટે પ્લેનમાં બેસતા હતા. આરોપીઓ ભીડભાડવાળી જગ્યાએથી મોબાઈલની ચોરી કરતા હતા. આ માટે અમદાવાદનું મોદી સ્ટેડિયમ, બેંગલુરુનું સ્ટેડિયમમાં ક્રિકેટ જોવાના બહાને જતાં અને ત્યાં ક્રિકેટ જોવા આવેલા લોકોના મોબાઈલની ચોરી કરતા હતા. આ સિવાય, આરોપીઓ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન જેવી જગ્યાએ આવતા-જતા લોકોના મોબાઈલની ચોરી કરતા હતા.
કસ્ટમરના નંબર મેળવી કંપનીમાંથી બોલુ છુ કહીને આઈડી પાસવર્ડ મેળવી લેતા
આઈફોન ચોર્યા બાદ આરોપીઓ કંપનીમાંથી કસ્ટમરનો નંબર મેળવી લેતા હતા. ત્યારબાદ, કસ્ટમરને ફોન કરી પોતે કંપનીમાંથી બોલતા હોવાનું કહેતા. તમારો ફોન ડિટેક્ટ થયો હોવાનું કહી તેનો આઈડી-પાસવર્ડ માંગતા હતા. આઈડી-પાસવર્ડ મળી જતા ફોન રિસેટ કરી બારોબાર વેચી મારતા હતા. ઝારખંડની ચોર ગેંગ 60 મોબાઈલની ચોરીનો ટાર્ગેટ રાખતા હતા. 10 દિવસ અગાઉ આરોપીઓ અમદાવાદ આવ્યા હતા. 47 જેટલા ફોન ચોરીને ભાગવાની ફિરાકમાં હતા. આરોપીઓએ અમદાવાદ, પાટણ, મહેસાણા, વડોદરા, કલોલ, પાટણ સહિતના શહેરોમાં મોબાઈલ ચોર્યાનું ખુલ્યું છે. આરોપીઓ એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં ફોન વેચતા હતા.
આ પણ વાંચો : અમદાવાદ ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં મોબાઈલ ચોરી કરતી ઝારખંડ અને ઓડીસાની ગેંગ ઝડપાઈ, 102 મોબાઈલ કબજે લેવાયા
મોબાઈલ ચોરી ગેંગમાં ચાર લોકો સામેલ છે જેમાં બે ને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે પપ્પુ મહંતો, અને રાહુલ મહંતો હજુ પણ પોલીસ ગીરફ્તથી દૂર છે. આ મામલે સમગ્ર મોબાઈલ ચોરી ગેંગ દ્વારા અત્યાર સુધીમાં કેટલા ફોન ચોર્યા અને હજુ કેટલા શકશો તેમની સાથે સંકળાયેલ છે તેની તપાસ પોલીસે હાથ ધરી છે.