12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો, છેલ્લા પાંચ વર્ષમાં 33 ટકા જેટલા વિદ્યાર્થી ઘટ્યા

12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો, છેલ્લા પાંચ વર્ષમાં 33 ટકા જેટલા વિદ્યાર્થી ઘટ્યા
Symbolic image

12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલો ઘટાડો શિક્ષણ વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. 2017માં 141984 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે 2022માં આ સંખ્યા ઘટને 95361 થઈ ગઈ છે.

Dipen Padhiyar

| Edited By: kirit bantwa

May 12, 2022 | 1:27 PM

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 12 સાયન્સનું 72 ટકા પરિણામ જાહેર થયું છે. એકંદરે સારું પરિણામ જાહેર થયું છે. પરંતુ પરિણામની ગુણવત્તામાં ઘટાડો થયો છે. સાથે સાથે રાજ્યમાં સાયન્સના વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે. 12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલો ઘટાડો શિક્ષણ વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો છે. 2017માં 141984 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે 2022માં આ સંખ્યા ઘટને 95361 થઈ ગઈ છે.

બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ એકંદરે સારું આવ્યું છે પરંતુ પરિણામની ગુણવત્તા ઘટી છે. કોરોનાને કારણે માસ પ્રમોશન અને ઓનલાઇન ક્લાસને કારણે વિદ્યાર્થીઓ ધાર્યા મુજબનું પરિણામ મેળવી શક્યા નથી. માસ પ્રમોશન અને ઓનલાઇન ક્લાસને કારણે 5થી 6 ટકા ઓછું પરિણામ આવ્યું હોવાનું વિદ્યાર્થીઓ માની રહ્યા છે. તો બીજી તરફ પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. ખાસ કરીને આ વર્ષે વિદ્યાર્થીઓને ફિઝિકસના પેપરમાં માર પડ્યો હોવાનું વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું છે. ફિઝિકસના પેપરમાં ઓછા માર્ક્સ મળતાં પરિણામ નીચું ગયું છે. પરિણામની ટકાવારી ઊંચી આવી છે પરંતુ A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા ઘટી છે. સમગ્ર રાજ્ય માંથી માત્ર 196 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડ મેળવી શક્યા છે. જ્યારે 3303 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદ શહેરમાં માત્ર 5 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડ મેળવી શક્યા છે. જયારે અમદાવાદ ગ્રામ્યમાં 15 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. રાજ્યના 35 માંથી 10 જિલ્લાઓમાં એકપણ વિદ્યાર્થીને A1 ગ્રેડ મળ્યો નથી.

બીજી તરફ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટી રહી છે. રાજ્ય સરકાર વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓની રુચિ વધે તે માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે..પરંતુ વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનો રસ અને રુચિ વધવાને બદલે ઘટી રહી છે. સાયન્સમાં છેલ્લા પાંચ છ વર્ષમાં 45 હજારથી વધારે વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે. 2017માં ધોરણ 12 સાયન્સમાં 1,41,984 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેની સંખ્યા 2022માં ઘટીને 95361બપહોંચી ગઈ છે.

છેલ્લા પાંચ વર્ષમાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા

  • 2017માં 141984
  • 2018માં 134439
  • 2019માં 123860
  • 2020માં 116494
  • 2021માં 107264
  • 2022માં 95361 વિદ્યાર્થીઓ નોંધાયા છે. છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થઇ રહ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati