AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : અમદાવાદ ISRO દ્વારા વિવિધ કામો માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર, જાણો શું કામ કરવાનું રહેશે

સ્પેસ એપ્લિકેશન સેન્ટર (ISRO)ના નિર્માણ અને સારસંભાળ જૂથ દ્વારા ઓનલાઇન ટેન્ડર (Online tender) જાહેર કરવામાં આવ્યુ છે. ભારતના રાષ્ટ્રપતિ વતી SAC કેમ્પસના જુદા જુદા કામો માટે ઓનલાઇન આઇટમ ટકાવારી દર ટેન્ડર આમંત્રિત કરાયા છે.

Tender Today : અમદાવાદ ISRO દ્વારા વિવિધ કામો માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર, જાણો શું કામ કરવાનું રહેશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 1:45 PM
Share

Ahmedabad : અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં આવેલા સ્પેસ એપ્લિકેશન સેન્ટર (ISRO)ના નિર્માણ અને સારસંભાળ જૂથ દ્વારા ઓનલાઇન ટેન્ડર (Online tender) જાહેર કરવામાં આવ્યુ છે. ભારતના રાષ્ટ્રપતિ વતી SAC કેમ્પસના જુદા જુદા કામો માટે ઓનલાઇન આઇટમ ટકાવારી દર ટેન્ડર આમંત્રિત કરાયા છે.

આ પણ વાંચો-Tender Today : વડોદરાના વાઘોડિયામાં સબ ડિવિઝનલ ઓફિસના કન્સ્ટ્રકશનના કામ માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

અલગ અલગ કામોની વાત કરીએ તો ટેન્ડર નં C-26માં SAC કેમ્પસ અમદાવાદ ખાતે સંલગ્ન સિવિલ કામો સાથે RSA ગેટ તથા વિવિધ બિલ્ડિંગ ખાતે વેધર શેડ/રુફની જોગવાઇના કામ માટે અંદાજીત રકમ 22.91 લાખ રુપિયા છે. આ કામ પૂર્ણ કરવાનો સમયગાળો 10 માસનો છે. તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ 45,820 રુપિયા છે.

ટેન્ડર નં C-30માં SAC કેમ્પસ અમદાવાદ ખાતે RCC રોડ તથા બિલ્ડિંગ નંબર 52 પાસે આકસ્મિક નિર્ગમન દરવાજો લગાવાના કામ માટે અંદાજીત રકમ 10.62 લાખ રુપિયા છે. તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ 21,240 રુપિયા છે. ટેન્ડર નં C-32માં SAC કેમ્પસ અમદાવાદ ખાતે બિલ્ડિંગ નંબર 34-બી તથા અન્ય બિલ્ડિંગોના હયાત રૂફનું વોટર પ્રૂફિંગ ટ્રિટમેન્ટ કરવાના કામ માટે અંદાજીત રકમ 08.33 લાખ રુપિયા છે. તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ 16,660 રુપિયા છે. ટેન્ડર ડાઉનલોડ કરવાની તારીખ-9 જૂનથી 15 જૂન 2023 છે. તો ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ 21 જૂન 2023 છે.

આ ટેન્ડરના દસ્તાવેજ વેબસાઇટ www.tenderwizard.com/isro પર ટેન્ડર વિઝાર્ડ સાથે રજીસ્ટર થઇ ટેન્ડર પ્રોસેસિંગ ફીની ચુકવણી કરી ડાઉનલોડ કરી શકશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">