Breaking News : રાજ્યભરની જેલમાં પોલીસનો સપાટો ! રાત્રે શરૂ કરવામાં આવેલ સર્ચ ઓપરેશન હજુ યથાવત
જેલમાંથી અલગ- અલગ બેરેકમાંથી ગાંજા જેવા પ્રદાર્થની પડિકીઓ મળી આવી છે.એફ.એસ.એલ પરીક્ષણ બાદ કયો પ્રદાર્થ છે એ જાણી શકશે.આપને જણાવી દઈએ કે, પોલીસ દ્વારા જેલમાં ચેકીંગ હજુ યથાવત છે.
Gujarat : રાજ્યભરની જેલમાં પોલીસનું સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં ધરવામાં આવ્યુ છે, ત્યારે રાત્રે શરૂ કરવામાં આવેલ સર્ચ ઓપરેશન વહેલી સવાર સુધી યથાવત રહ્યું હતુ.માહિતી મુજબ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી એક પણ મોબાઇલ ફોન મળી નથી આવ્યા. જો કે જેલમાંથી તમાકુની પડિકી અને સિગરેટ મળી આવી છે.
જેલમાંથી અલગ- અલગ બેરેકમાંથી ગાંજા જેવા પ્રદાર્થની પડિકીઓ મળી આવી છે.એફ.એસ.એલ પરીક્ષણ બાદ કયો પ્રદાર્થ છે એ જાણી શકશે.આપને જણાવી દઈએ કે, પોલીસ દ્વારા જેલમાં ચેકીંગ હજુ યથાવત છે.
17 જેલમાં 1700 પોલીસ કર્મીઓના દરોડા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી અને તેમના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ રાજ્યની 17 જેલોમાં 1700 જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાઓને વિડિયો કોન્ફરન્સથી જોડીને જિલ્લાના પોલીસ વડાની આગેવાનીમાં પોલીસ ટુકડીઓ તૈયાર કરી તમામ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા સૂચના આપવામાં આવી હતી.