AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બે લોક અદાલતની સફળતાને પગલે પ્રિ-લિટીગેશનના તબક્કે જ કેસનો નિકાલ થાય તેવા પ્રયત્નો થશેઃ કાનૂની સેવા સત્તા મંડળ

26મી જૂનના રોજ ગુજરાત હાઇકોર્ટ(Gujarat High court)માં યોજાયેલી બીજી રાષ્ટ્રીય લોક અદાલતમાં પ્રિ - લિટીગેશનના (pre litigation)કુલ 1,01,878 કેસોનો નિકાલ થયો છે. આગામી લોક અદાલત 13 મી ઓગસ્ટના રોજ છે તેમાં પણ લોકોને લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.

બે લોક અદાલતની સફળતાને પગલે પ્રિ-લિટીગેશનના તબક્કે જ કેસનો નિકાલ થાય તેવા પ્રયત્નો થશેઃ કાનૂની સેવા સત્તા મંડળ
Ronak Varma
| Edited By: | Updated on: Jun 29, 2022 | 6:56 AM
Share

રાજ્યમાં ન્યાયતંત્રની કામગીરી વધુ સુચારૂ બને તે માટે ગુજરાત  હાઇકોર્ટમાં (Gujarat High court) લોક અદાલત દ્વારા સફળતાપૂર્વક કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો ત્યારે હવે કોર્ટ દ્વારા એવા પ્રયત્નો હાથ ધ રવામાં આવ્યા છે કે કેસને (pre litigation) પ્રિ-લિટીગેશનના તબક્કે (પ્રિ-લિટિગેશન એટલે કે કેસ કોર્ટમાં  દાખલ થતા પહેલા જ કેસમાં બંને પક્ષે સમાધાન ફોર્મ્યુલાથી નિવેડો લાવવાની પ્રક્રિયા) કેસ નિકાલ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે ચાલુ વર્ષે આયોજિત કરવામાં આવેલી બે નેશનલ લોક અદાલતને સારી સફળતા મળી છે.અગાઉ 12 માર્ચ 2022ના ના રોજ યોજાયેલ રાષ્ટ્રીય અદાલતમાં કુલ 22,139 કેસોનો પ્રિ- પ્રિલીટીગેશન સ્તરે નિકાલ લાવવામાં આવ્યો હતો. જ્યારે 26મી જૂનના રોજ યોજાયેલ બીજી રાષ્ટ્રીય લોક અદાલતમાં પ્રિ – લિટીગેશન સ્ટેજ પરના કુલ 101878 કેસોનો નિકાલ થયો છે.

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર દ્વારા રાજ્યમાં ન્યાયતંત્રની કામગીરી વધુ સરળ અને ઉપયોગી સાબિત થાય તે માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવનાર દિવસોમાં પ્રી લિટીગેશન એટલે કે કેસ દાખલ થતા પહેલા જ તેનો બંને પક્ષે સમાધાન ફોર્મ્યુલાથી નિવેડો આવે તે માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ એથોરિટી (GSLSA)અને હાઇકોર્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના પ્રયાસો થકી લોક અદાલતમાં વિવિધ પ્રકારના કેસના નિકાલ થવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે લોક અદાલતમાં પણ પ્રિ- લિટીગેશન સ્ટેજ પર કેસોનો નિકાલ થાય તેના પર ભાર મૂકવામાં આવશે. તેના માટે લીગલ સર્વીસ એથોરિટી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ બાબતે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસસ એથોરિટી (State legal services authority)ના મેમ્બર સેક્રેટરી રાહુલ ત્રિવેદી જણાવ્યું હતું કે, મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર પ્રયાસો થકી અરજદારોને કોર્ટમાં આવ્યા વિના, બંન્ને પક્ષે સમાધાનના ફોર્મ્યુલા થકી વિવિધ પ્રકારના કેસનો નિકાલ લાવવા સંદર્ભે જાગૃતતા જોવા મળી રહી છે. ઉપરાંત હવે ટ્રાફિકના ઇ- મેમોના ચલણના કેસોનો નિકાલ પણ પોલીસના સહયોગથી કરવામાં આવ્યો છે જેમાં 75,000 જેટલા કેસના નિકાલ થકી રાજ્યને 4 કરોડ જેટલી આવક થવા પામી છે. જે પણ નોંધનીય બાબત છે. આગામી લોક અદાલત 13 મી ઓગસ્ટના રોજ યોજવામાં આવશે. જેમાં પણ લોકોને મોટા પ્રમાણમાં લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">