AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં ટ્રાફિક વિભાગની વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી, દંડ ભરવા લોકોની લાંબી લાઇન લાગી

Ahmedabad: ટ્રાફિક નિયમોનો ભંગ કરશે તો દંડાશો. RTO કચેરીએ નિયમ તોડનારા સામે દંડનિય કાર્યવાહી હાથ ધરી છે. જેમા વાહન વ્યવહાર કમિશનરની સૂચના પ્રમાણે સ્પે. ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરાઈ છે. જેમા તૂટેલી નંબર પ્લેટ, નંબર પ્લેટ વિનાના, ઓવરલોડ વાહનો, પરમિટ ભંગના કેસ કરાઈ રહ્યા છે.

અમદાવાદમાં ટ્રાફિક વિભાગની વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી, દંડ ભરવા લોકોની લાંબી લાઇન લાગી
Darshal Raval
| Edited By: | Updated on: Feb 18, 2023 | 7:07 PM
Share

તાજેતરમાં RTO વિભાગ અને ટ્રાફિક વિભાગે ટ્રાફિક નિયમ ભંગ કરનાર સામે લાલ આંખ કરી છે. જેના કારણે RTO કચેરી પર મેમો ભરવા માટે લોકોની લાઈનો લાગી છે. RTO દ્વારા ભારે વાહન, પેસેન્જર વાહન સહિતના મોટા વાહનો ઓવર લોડ ચાલતા હોય તો તેની સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી છે. જેના કારણે તાજેતરમાં આવા વાહન કે જેઓ નિયમ ભંગ કરી રહ્યા છે. તેની સંખ્યામાં વધારો થયો છે.

ત્રણ દિવસમાં RTO ને નાગરિકોના દંડ પેટે 7.50 લાખ આવક થઈ

RTO અધિકારીના જણાવ્યા મુજબ વાહન વ્યવહાર કમિશનરની સૂચના પ્રમાણે સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરાઈ છે. જેમાં ઓવરલોડ વાહન, પેસેન્જર બસ, પરમીટ ભંગના કેસ કરાઈ રહ્યા છે. જેમાં 60 જેટલા કેસ દરરોજ બને છે જેને ચલણ આપવામા આવે છે. જેમાંથી દરરોજ 100 જેટલા ચલણ RTO પર સ્વીકારાઈ રહ્યા છે. તો ત્રણ દિવસમાં 200 કરતા વધુ કેસમાં ચલણ ભરતા RTO ને 7.50 લાખ આવક થઈ છે.

તો બીજી તરફ RTO વિભાગ સાથે ટ્રાફિક વિભાગ પણ હાલ એક્શનમાં છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે. કેમ કે RTO કચેરી ખાતે જે મેમો ભરવા માટે લોકોની લાઈનો લાગી છે. તેમાં ટુ વ્હીલર ચાલકો વધુ છે. તે પણ 10 કે 15 લોકોની લાઈનો નહિ પણ એક સાથે 50 લોકો લાઈનમાં ઉભા છે. જેમાં કેટલાક તો બે કે ત્રણ દિવસથી સતત મેમો ભરવા માટે આવી રહ્યા છે. જેમાં નંબર પ્લેટ તૂટેલી હોય, વળી ગઈ હોય, નવા અને જૂના વાહનમાં નંબર પ્લેટ ન હોય તેવા લોકો આવી રહ્યા છે.

માત્ર પુુરુષોને જ દંડ કરતા હોવાનો આક્ષેપ

મેમો ભરવા આવેલા લોકોમાંથી કેટલાકે લાઇન વધુ હોવાથી તેઓનો સમય નથી આવી રહ્યો. તેમજ સિસ્ટમમાં ખામી હોવાથી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હોવાનું જણાવ્યું. તો એક શહેરીજને તે બે દિવસથી આવતો હતો તે સમય દરમિયાન એક પણ મહિલા મેમો ભરવા નહીં આવી હોવાનું જણાવી તંત્ર માત્ર પુરુષોને જ દંડ કરતા હોવાના આક્ષેપ કર્યા.

આ તરફ RTO અધિકારીએ મેમો ભરવા આવેલ લોકોના આક્ષેપો ફગાવ્યા અને સિસ્ટમ યોગ્ય રીતે ચાલતી હોવાનું જણાવી કોઈ ડોક્યુમેન્ટ ન હોય કે કોઈ એરર હોય તો કેટલાક લોકોને બે કે ત્રણ દિવસ સુધી આવવું પડે તેમ જણાવ્યુ. બાકી તમામ સુવિધા યોગ્ય હોવાનું અને લોકોને હાલાકી નહિ પડતી હોવાનું રટણ રટયું હતું.

આ પણ વાંચો: Ahmedabad: ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા સામે RTOની લાલ આંખ, છેલ્લા બે વર્ષમાં 700 લાયસન્સ કર્યા રદ્દ

ઉલ્લેખનીય છે કે કોરોના બાદ પ્રથમ વખત RTO કચેરી ખાતે મેમો ભરવા માટે આટલી લાઈનો કચેરી પર જોવા મળી છે. જો કે આ લાઈનો એ પણ સૂચવે છે કે લોકોએ હવે ટ્રાફિક નિયમ ભંગ કરતા પહેલા સાવચેત રહેવું પડશે. બાકી તેઓને હવે ગરમી આવી રહી છે તે ગરમી વચ્ચે લાઈનમાં કલાકો સુધી ઉભા રહી મેમો ભરવાનો વારો આવી શકે છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">