અમદાવાદથી મુંબઈ તરફ જતા લોકો માટે અગત્યના સમાચાર, વાપી નજીક સમારકામના કારણે કેટલીક ટ્રેનોને થશે અસર

|

Feb 12, 2024 | 6:32 PM

વાપી અને બગવાડા સ્ટેશનો વચ્ચે સબવેના બાંધકામના કારણે 13 ફેબ્રુઆરી 2024ને મંગળવારના રોજ 11.40 થી 14.10 કલાક સુધી બ્લોક લેવામાં આવશે. જેના કારણે કેટલીક ટ્રેનોના સંચાલનને અસર થશે. આ સમારકામના કારણે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર થયો છે.

અમદાવાદથી મુંબઈ તરફ જતા લોકો માટે અગત્યના સમાચાર, વાપી નજીક સમારકામના કારણે કેટલીક ટ્રેનોને થશે અસર
Train

Follow us on

પશ્ચિમ રેલવેના વાપી અને બગવાડા સ્ટેશનો વચ્ચે સબવેના બાંધકામના કારણે 13 ફેબ્રુઆરી 2024ને મંગળવારના રોજ 11.40 થી 14.10 કલાક સુધી બ્લોક લેવામાં આવશે. જેના કારણે કેટલીક ટ્રેનોના સંચાલનને અસર થશે. આ સમારકામના કારણે કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર થયો છે, જેની વિગતો નીચે મુજબ છે…

આ ટ્રેનોને થશે અસર :

  • ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસને 01 કલાક 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 22497 ગંગાનગર-તિરુચિરાપલ્લી એક્સપ્રેસ 01 કલાક 40 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 20968 પોરબંદર-સિકંદરાબાદ એક્સપ્રેસ 20 મિનિટમાં રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર એક્સપ્રેસ 01 કલાક 50 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 14805 યશવંતપુર-બાડમેર એક્સપ્રેસ 45 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 12216 બાંદ્રા ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  • ટ્રેન નંબર 12217 કોચુવેલી-ચંદીગઢ એક્સપ્રેસ 25 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

આ પણ વાંચો અમદાવાદમાં આજથી 12 ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ખુલ્લા મુકાયા, જુઓ તસવીરો

Next Article