Gujarati NewsGujaratAhmedabadSola fake call centre two main person arrested by police one person under the usa red corner notice
સોલામાંથી પૈસા પડાવનાર કોલ સેન્ટરના બે આરોપી પોલીસ સમક્ષ હાજર, એકની સામે છે અમેરિકામાં રેડ કોર્નર નોટિસ!
પોલીસે કોલ સેન્ટરના કેસમાં બે ફરાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસને આશા છે કે આ બંને આરોપીઓ પાસેથી વધારે ખુલાસા થઈ શકે તેમ છે. થલતેજ સ્થિત બાગબાન પાર્ટી પ્લોટ પાસે અર્થ એસએસ બિલ્ડિંગમાં ચાલતા કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો. જે કોલ સેન્ટર ઝડપવાની સાથે પોલીસે એક યુવતી સહિત 21 લોકોની 29 લેપટોપ અને 22 […]
પોલીસે કોલ સેન્ટરના કેસમાં બે ફરાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસને આશા છે કે આ બંને આરોપીઓ પાસેથી વધારે ખુલાસા થઈ શકે તેમ છે.
થલતેજ સ્થિત બાગબાન પાર્ટી પ્લોટ પાસે અર્થ એસએસ બિલ્ડિંગમાં ચાલતા કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો. જે કોલ સેન્ટર ઝડપવાની સાથે પોલીસે એક યુવતી સહિત 21 લોકોની 29 લેપટોપ અને 22 મોબાઈલ અને બાઈકો સહિત ઝડપી પાડ્યા હતા. જેમની તપાસમાં પકડાયેલા આરોપીઓમાં ભરત ઓપરેટર હોવાનું સામે આવ્યુ. તો વધુ તપાસમાં મયુર માંગરોળિયા અને હિતેશ ઠક્કર કોલ સેન્ટર ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. જે બને ફરાર હતા. જે બને આજે કોર્ટ થકી સોલા પોલીસ સ્ટેશન હાજર થતા સોલા પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને આશા છે કે પકડાયેલા બંને આરોપીઓની તપાસમાં વધુ ખુલાસા થઈ શકે છે.
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ
પકડાયેલા તપાસમાં સામે આવ્યું હતું કે મુખ્ય શખ્સોમાં મયુર અને હિતેશ છે. જેમાં હિતેશ સામે અગાઉ કોલ સેન્ટર મામલે ગુનો દાખલ થયેલ છે. તેમજ USAમાં તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી છે. 21 માંથી પાંચ લોકો પણ અગાઉ કોલ સેન્ટરના ગુનામાં પકડાયેલ છે. જે 21 માંથી પાંચ લોકોનો જામીન પર છુટકારો થયો છે. ત્યારે આજે મયુર અને હિતેશ હાજર થતા પોલીસે વધુ તપાસ તેજ કરી છે.
ઉલ્લેખનીય છે કે મયુર અને હિતેશ કોલ સેન્ટર શરૂ કરીને કેનેડાના સ્થાનિકોને કોલ કરાવી પોતે આઇટીમાંથી બોલે છે અને ટેક્સ ભરવાનો બાકી છે તેવી ધમકી આપીને કોલ સેન્ટરના કર્મી અને સંચાલકો પાસેથી રૂપિયા પડાવતા હતા. જે અંગે પોલીસે બાતમી આધારે રેડ કરી કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો. હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આ કોલ સેન્ટરના તાર ક્યાં ક્યાં અને કોની કોની સાથે જોડાયેલ છે. જે અંગે પણ પોલીસે મયુર અને હિતેશની પૂછપરછ શરૂ કરી છે.