AHMEDABAD : વૃદ્ધોની હત્યાના વધતા બનાવો બાદ પોલીસ સક્રીય, શી ટીમે  વૃદ્ધોના ઘરે જઈને ખબર અંતર પુછ્યા

AHMEDABAD : વૃદ્ધોની હત્યાના વધતા બનાવો બાદ પોલીસ સક્રીય, શી ટીમે વૃદ્ધોના ઘરે જઈને ખબર અંતર પુછ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 11:54 PM

શી ટીમની આ કામગીરીની પ્રસંશા કરતા એક સિનિયર સિટીઝને કહ્યું કે જે સિનિયર સિટીઝન એકલા રહેતા હોય તેમની સંભાળ લેવાની શરૂઆત કરી છે એ ધન્યવાદને પાત્ર છે.

AHMEDABAD : અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી એકલા રહેતા વૃદ્ધોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.. લૂંટના ઈરાદે એકાકી જીવન જીવતા વૃદ્ધો ચોર અને લૂંટારૂઓનો સોફ્ટ ટાર્ગેટ હોય છે.. અમદાવાદમાં બનેલી આવી બે ઘટનાઓ બાદ પોલીસ વિભાગ સતર્ક બન્યું છે.. જે અંતર્ગત ખોખરાની શી ટીમે એકલા રહેતા વૃદ્ધોના ઘરે જઈને તેમના ખબરઅંતર પુછ્યા.. સાથે જ કોઈ વસ્તુની જરૂર હોય તો ખોખરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું.. તો એકલા રહેતા વૃદ્ધોને એ વાતની સમજ પણ આપવામાં આવી કે કોઈ અજાણ્યો વ્યક્તિ આવે તો તેની સાથે કેવી રીતે ડીલ કરવી.

આ અંગે ખોખરા પોલીસ સ્ટેશનના PSI આર.એન.ચુડાસમાએ કહ્યું કે સિનિયર સિટીઝન્સની જે નોંધણી કરવામાં આવી છે તે તમામ લોકોની અવારનવાર રૂબરૂ મુલાકાત લેવામાં આવે છે. કોરોના મહામારીને કારણે ઘણી વખત ટેલિફોન પર પણ ખબર-અંતર પૂછવામાં આવે છે. તેમણે કહ્યું કે આ સિનિયર સિટીઝન્સને કોઈ તકલીફ હોય, કોઈ જરૂરીયાત હોય, દવાની જરૂર હોય કે અન્ય કોઈ તકલીફ હોય તે ફોન પર કોલ કરી અમને જણાવે છે અને શી ટીમ દ્વારા જે તે વસ્તું પૂરી પાડવામાં આવે છે.

શી ટીમની આ કામગીરીની પ્રસંશા કરતા એક સિનિયર સિટીઝને કહ્યું કે તેમનું આ કામ ખુબ સરાહનીય છે કે સમગ્ર અમદાવાદમાં આવા સર્વે કરે છે, જે સિનિયર સિટીઝન એકલા રહેતા હોય તેમની સંભાળ લેવાની શરૂઆત કરી છે એ ધન્યવાદને પાત્ર છે.

આ પણ વાંચો : કોરોના મૃત્યુસહાય અંગે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો : માવઠાથી થયેલા પાક નુકસાનના વળતર અંગે કૃષિપ્રધાને હાથ ઉંચા કરી દીધા, જાણો શું કહ્યું

g clip-path="url(#clip0_868_265)">