માવઠાથી થયેલા પાક નુકસાનના વળતર અંગે કૃષિપ્રધાને હાથ ઉંચા કરી દીધા, જાણો શું કહ્યું

એક બાજું ખેડૂતો માવઠાથી ભારે નુકસાન થયું હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ બીજી તરફ કોઈ નુકસાની નથી તેવુ જણાવી સહાય મુદ્દે કૃષિપ્રધાને હાથ ઉંચા કરી લીધા.

GANDHINAGAR : રાજ્યમાં કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને નુકસાન ન થયું હોવાથી તેમને સહાય નહિ મળે.આવું નિવેદન આપ્યુ છે રાજ્ય કૃષિ પ્રધાન રાઘવજી પટેલે. એક બાજું ખેડૂતો માવઠાથી ભારે નુકસાન થયું હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ બીજી તરફ કોઈ નુકસાની નથી તેવુ જણાવી સહાય મુદ્દે કૃષિપ્રધાને હાથ ઉંચા કરી લીધા. રાજ્યમાં 17થી 19 નવેમ્બર વચ્ચે 32 તાલુકામાં બે ઈંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો હતો.જેમાં કપાસ, ડાંગર, મગફળી, બાજરી, તલ જેવા ખરીફ પાકો બગડ્યા હોવાનું ખેડૂતોએ કહ્યું હતું. આ પાક નુકસાનની સહાય આપવા સરકાર પાસે માગ પણ કરી હતી.છતાં કૃષિપ્રધાન સહાય અંગે હાથ ઉંચા કરી રહ્યાં છે.

આ પહેલા 23 નવેમ્બરે એવા સમાચાર સામે આવ્યાં હતા કે વરસાદના કારણે થયેલા નુકસાની મુદ્દે કૃષિપ્રધાન રાઘવજી પટેલ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વની બેઠક યોજશે.જેમાં પાક નુકસાની સર્વે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન અંગે સહાય આપવા કૃષિમંત્રી હકારાત્મક વલણ અપનાવ્યું છે અને સહાય અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અંતિમ નિર્ણય કરશે.મહત્વનું છે કે, 11 જિલ્લાના 48 તાલુકઓમાં કમોસમી વરસાદ પડ્યો છે…48 તાલુકા પૈકી 23 તાલુકામાં તો 2 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો.

રાજ્યના 11 જિલ્લાના 48 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. 48 તાલુકાઓ પૈકી 23 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના 11 તાલુકા, મહેસાણાના 6 તાલુકા,પાટણના 8 અને સાબરકાંઠાના 5 તાલુકાનો સમાવેશ થાય છે. તો છોટા ઉદેપુરના 1, જૂનાગઢના 1, ડાંગના 2 તાલુકા,નર્મદાના 3, સુરતના 5, વલસાડના 2, કચ્છના 2 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો : કોરોના મૃત્યુસહાય અંગે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો : Fake Currency : એકલા અમદાવાદમાં 8 વર્ષમાં 6 કરોડથી વધુની નકલી ચલણી નોટો પકડાઈ છે

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati