AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : ગોતા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં સરદાર પટેલ કરાટે કપનું આયોજન

એડવાન્સ ટાઈ ફૂડો માર્શલ આર્ટ દ્વારા તા. 5 અને 6 ઓગસ્ટ 2023ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં સરદાર પટેલ કરાટે કપનું આયોજન રાજપૂત સમાજભવન ગોતા ખાતે કરવામાં આવ્યું.

Ahmedabad : ગોતા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં સરદાર પટેલ કરાટે કપનું આયોજન
karate cup
Jignesh Patel
| Edited By: | Updated on: Aug 06, 2023 | 7:27 AM
Share

Ahmedabad : બાળકોને (Children) ખડતલ બનાવવા માટે તેમજ તેમને કોઈ પણ મુશ્કેલીમાં લડવા માટે તૈયાર કરવા માટે દરેક માતા-પિતા પોતાના દીકરા કે દીકરી માટે વિચારતા હોય છે આ જ બાબતને ધ્યાન પર રાખી આવનારી પેઢી સરદાર વલ્લભભાઈ પટેલની જેમ ખડતલ અને મજબૂત સાબિત થાય તે માટે એડવાન્સ ટાઈ ફૂડો માર્શલ આર્ટ દ્વારા તા. 5 અને 6 ઓગસ્ટ 2023ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં સરદાર પટેલ કરાટે કપનું આયોજન રાજપૂત સમાજભવન ગોતા ખાતે કરવામાં આવ્યું.

આ પણ વાંચો સાહેબ કરતા કર્મચારી સવાયો! મામલતદાર 1600 અને તલાટી 30000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા

આ સ્પર્ધામાં પંજાબ અને દિલ્હી તેમજ ગુજરાત સહિત ત્રણ રાજ્યોના બાળકોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં 276 જેટલા વિદ્યાર્થીઓએ જોડાયા છે. જેમાં જુદી જુદી ઉંમર અને વજન પ્રમાણે વિભાગ પાડવામાં આવ્યા. જીતેલા વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા. જે વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ જીત્યા તેમની વચ્ચે ફાઈનલ સરદાર પટેલ કપ માટે કરાટે મેચ રમાડવામાં આવશે અને 25 જેટલા કપ તેમાંથી જીતેલા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આ ટુનામેન્ટ બીજો ઉદ્દેશ બાળકોમાં ઉત્સાહ, જોશ ઉમંગ, આત્મવિશ્વાસ અને સ્પોર્ટસમેન સ્પિરીટ વધારવાનો પણ છે.

આ સ્પર્ધામાં ડીસીપી નીરજ બડગુજરે પણ હાજરી આપી

આ સ્પર્ધામાં ડીસીપી નીરજ બડગુજરે પણ હાજરી આપી હતી. એડવામ્સ ટાઈફૂડો માર્શલ આર્ટ છેલ્લા 15 વર્ષથી બાળકોમાં સેલ્ફ ડિફેન્સ કેળવાય તે માટે કાર્યરત છે. આ સંસ્થા જે બાળકોએ સળંગ ત્રણ વર્ષ સ્ટેટ નેશનલ, ઈન્ટરનેશનલમાં પ્રથમ મેડલ મેળવ્યો હોય તેવા 15 બાળકોને 15 વર્ષથી 1000 રૂપિયા શિષ્યવૃતિ તરીકે આપીને તેમને પ્રોત્સાહિત પણ કરે છે.

ઓપનિંગ સેરેમની 5 ઓગસ્ટે યોજાઈ હતી

આ સ્પર્ધાની ઓપનિંગ સેરેમની 5 ઓગસ્ટે સવારે 9 વાગે ચેતક કમાન્ડો ફોર્સના પી.જી.ધૌરયાના હસ્તે કરવામાં આવી. ત્યારબાદ સ્પર્ધાની શરૂ કરાઈ હતી. જે બાદ સ્પર્ધામાં વિજેતા થયેલા બાળકોને સાંજે IPS નીરજ બડગુજર એડીશનલ સી.પી.ક્રાઇમના હસ્તે મેડલ આપવામાં આવ્યા હતા. સેલ્ફ ડિફેન્સ માટે બાળકોનું ખડતલ અને સ્વસ્થ રહેવું જરૂરી છે અને એટલા માટે જ કસરતની સાથે સાથે ઉપયોગી આ કરાટેની સ્પર્ધાને સૌકોઈએ આવકાર આપ્યો હતો.

અમદાવાદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">