Sanand માં પતિએ કરી પત્નીની કરપીણ હત્યા, પતિએ દોરીથી પત્નીનું ગળું દબાવ્યું

|

Aug 10, 2022 | 6:59 PM

સાણંદમાં (Sanand) ઘરમાં ઝઘડામાં ઉશ્કેરાઈને પતિએ દોરીથી ગળું દબાવીને પત્નીની હત્યા(Murder) કરી દીધી છે. જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી પતિ અશોક રાણા એ પોતાના 22 વર્ષના લગ્ન જીવન બાદ પત્નીની હત્યા કરી છે.

Sanand માં પતિએ કરી પત્નીની કરપીણ હત્યા, પતિએ દોરીથી પત્નીનું ગળું દબાવ્યું
Sanand Husband Murder Wife

Follow us on

અમદાવાદ(Ahmedabad)  જિલ્લાના સાણંદમાં (Sanand) ઘરમાં ઝઘડામાં ઉશ્કેરાઈને પતિએ દોરીથી ગળું દબાવીને પત્નીની હત્યા(Murder) કરી દીધી છે. જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી પતિ અશોક રાણા એ પોતાના 22 વર્ષના લગ્ન જીવન બાદ પત્નીની હત્યા કરી છે. જેમાં પત્ની વચ્ચેના ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું. આ સમગ્ર ઘટના હકીકત મુજબ વિકૃત અને શંકાશીલ માનસિકતા ધરાવતા અશોક રાણા અને તેમની પત્ની ડિમ્પલ વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. જેમાં ગઈ કાલે સાંજે પણ ડિમ્પલબેન પોતાના ઘરમાં કામ કરી રહ્યા હતા ત્યારે માથાના વાળમાં કલર લગાવવા બાબતે પતિ પત્ની વચ્ચે તકરાર થઈ છે. તેમજ ઉશ્કેરાયેલા અશોકે પત્નીને ધક્કો મારીને નીચે પાડી દીધી અને દોરડા વડે ગળું દબાવીને હત્યા કરી હતી. આ હત્યા કર્યા બાદ આરોપી પતિ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને પત્નીની હત્યા કરી હોવાનું કબૂલાત કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યાનો ગુનો નોંધ્યો છે. આ ઘટનાથી પરિવાર આઘાતમાં છે અને આરોપી અશોકને મોતની સજા મળે તેવી માંગ કરી રહ્યા છે.

અશોકભાઈ એ ડિમ્પલને ખુબજ માર માર્યો અને ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કર્યો

20 વર્ષ પહેલાં અશોકભાઈ રાણા અને ડિમ્પલબેનના લગ્ન થયા હતા. આ બંનેને 2 દીકરા છે. અશોકભાઈ ફોટોગ્રાફરનું કામ કરે છે. જ્યારે સાણંદમાં શ્યામ હિલ્સમાં રહે છે. અશોકભાઈનો શંકાશીલ સ્વભાવના કારણે બંને પતિ પત્ની વચ્ચે અનેક વખત ઝઘડા થતા હતા. ત્રણ માસ પહેલા પણ અશોકભાઈ અને ડિમ્પલ બેન વચ્ચે ઝઘડો થતા અશોકભાઈ એ ડિમ્પલને ખુબજ માર માર્યો અને ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કર્યો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સાણંદ પોલીસે હત્યાના ગુના હેઠળ આરોપી અશોકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી

પરંતુ ડિમ્પલ બેન પોતાના પિયર આવી ગયા હતા. દોઢ માસ રિસાઈને બેઠા હતા. પરંતુ બે દીકરા મોટા હોવાથી સમાજ અને પરિવારને સમજાવતા ફરી પતિના ઘરે આવી ગયા હતા.પરંતુ પતિ અશોક નો શકાશીલ અને વિકૃત સ્વભાવનો ભોગ ડિમ્પલ બેનને બનવું પડ્યું. પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. સાણંદ પોલીસે હત્યાના ગુના હેઠળ આરોપી અશોકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી. સાણંદમાં પતિ એ પત્ની ની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં શોક ફેલાયો છે.. પતિ પત્નીના ઝઘડામાં બે દીકરાએ માતા પિતાની છત્રછાયા ગુમાવી.. ત્યારે આ હત્યા કેસમાં આરોપીને સજા મળે તેવી માંગ પરિવાર કરી રહ્યો છે..

Next Article