વિડીયો : ગાંધી આશ્રમની મુલાકાતે આવેલા સલમાન ખાને રેંટિયો કાંત્યો, એક ઝલક જોવા ફેન્સની પડાપડી

સલમાન ખાન આજે અમદાવાદમાં બાપુની શરણે આવ્યા હતા.. અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાતે પહોંચી સલમાન ખાને રેટિંયો ચલાવ્યો. તેમણે સૂતરની આંટી ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં વીંટી હતી.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Nov 29, 2021 | 4:29 PM

અમદાવાદમાં(Ahmedabad)  સાબરમતી આશ્રમની(Sabarmati Asharm)  મુલાકાતે આવેલા બોલીવુડ સ્ટાર સલમાનખાને (Salmankhan)  રેંટિયો (Rentio)  કાત્યો હતો. તેમજ આશ્રમની મુલાકાત દરમ્યાન સલમાન ખાનની એક ઝલક મેળવવા ફેન્સ મોટી સંખ્યામાં એકત્ર પણ થયા હતા. સલમાન ખાનને તમે ફિલ્મોમાં એકશન સીન ભજવતા જોયા હશે, પણ શું ક્યારે ચરખા ચલાવતા જોયો છે ખરો.જી હા બોલીવુડના સ્ટાર સલમાન જે કરે તે ખબર બની જાય છે.

બોલીવૂડમાં ભાઇજાન તરીકે ઓળખતા સલમાન ખાન આજે અમદાવાદમાં બાપુની શરણે આવ્યા હતા.. અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાતે પહોંચી સલમાન ખાને રેટિંયો ચલાવ્યો. તેમણે સૂતરની આંટી ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં વીંટી હતી.. જોકે પહેલી વખત રેટિંયો કાંતતા તેમને તકલીફ પડી હતી. સાબરતમી આશ્રમમાં હાજર એક મહિલાએ તેમને રેટિંયો કાંતવા અંગે માહિતી આપી હતી. જેને સલમાને ખુબ જ ધીરજતાથી સાંભળી હતી.

સલમાન ખાનને રેટીંયો કાંતવામાં ખૂબ જ રસ પડ્યો હતો. રેટિંયો કાંતવામાં સલમાનને જે મહિલા માર્ગદર્શન આપતા હતા. સલમાને ગાંધી આશ્રમની મુલાકાતને યાદગાર ગણાવી હતી. અને આશ્રમની મુલાકાત અંગે પોતાનો પ્રતિભાવ પણ લખ્યો હતો. તેમણે લખ્યું કે, મારુ સદભાગ્ય છે કે હું ગાંધી આશ્રમ આવ્યો.. મને બાપુ પ્રત્યે ખુબજ શ્રદ્ધા અને પ્રેમ છે. મને ચરખો ચલાવી ખૂબ જ આનંદ થયો છે. હું ફરીથી આશ્રમ આવીને ચરખો શીખીને જઇશ

આ પણ વાંચો : રાજયમાં ફરી કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી, 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી માવઠું પડશે

આ પણ વાંચો :  Surat : વિદ્યાર્થીઓના સ્ટ્રેસ અને ડિપ્રેશન દૂર કરવા યુનિવર્સીટી BAPS સંસ્થાની લેશે મદદ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati