Gujarat હાઇકોર્ટે ધોરણ 10ના ગણિતના માર્ક ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ધ્યાને લેવાની અરજી ફગાવી, ધોરણ 12ના પરિણામનો માર્ગ મોકળો

જેમાં ધોરણ 10ના ગણિતના માર્ક પરિણામમાં ધ્યાને લેવાની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. જેમાં ધો-12ના સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના વિષયમાં ધો.10ના ગણિતના માર્ક ધ્યાને લેવા અરજી કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 6:15 PM

ગુજરાત(Gujarat) માં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવાનો માર્ગ મોકળો થયો છે. જેમાં ધોરણ 10ના ગણિતના માર્ક પરિણામમાં ધ્યાને લેવાની અરજી હાઇકોર્ટે(Highcourt)  ફગાવી દીધી છે. જેમાં ધો-12ના સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના વિષયમાં ધો.10ના ગણિતના માર્ક ધ્યાને લેવા અરજી કરવામાં આવી હતી.આ અરજીમાં કરાઈ હતી રજુઆત કરી હતી કે ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના વિષયમાં ધોરણ 10 નું ગણિત ધ્યાન પર ન લેતા મોટા ભાગના વિધાર્થીઓના માર્કસ અને ટકાવારી ઘટી જશે. તેમજ કોમર્સમાં એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર વિષય એ ગાણિતીક વિષય છે અને ધોરણ 10 નું ગણિત તેનો પાયો છે.

આ પણ વાંચો :  જાણો ક્યારે, કોને અને શા માટે દાન કરવું જોઈએ ? દાન કરવાથી થાય છે મનુષ્યનું કલ્યાણ

આ પણ વાંચો : Mirabai Chanu : મીરાબાઈ ચાનુ તેમની માતાને મળતા થયા ભાવુક, ઘરે આવ્યું પિઝા ભરેલું બેગ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">