Rathyatra 2022 : રથયાત્રાની સુરક્ષા અંગે ડ્રોનથી કરવામાં આવશે સર્વેલન્સ

|

Jun 02, 2022 | 9:33 AM

કોરોના કાળ બાદ અમદાવાદમાં બે વર્ષ બાદ રથયાત્રાનો (Rathyatra 2022) લોકોત્સવ યોજાશે. આ રથયાત્રાની સુરક્ષા માટે ડ્રોન સર્વેલન્સ (Drone surveillance) તેમજ ટેકનિકલ સર્વેલન્સ દ્વાર સુરક્ષા વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Rathyatra 2022 : રથયાત્રાની સુરક્ષા અંગે ડ્રોનથી કરવામાં આવશે સર્વેલન્સ
Rathyatra 2022: drone surveillance regarding safety of Rathyatra

Follow us on

નોંધનીય છે કે આ વર્ષે અમદાવાદમાં ભગવાન જગ્ન્નાથની 145મી રથયાત્રા (Rathyatra 2022) નીકળશે. ત્યારે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા અંગે તંત્ર સાબદું થઈ ચૂક્યું છે. રામનવમીની શોભાયાત્રામાં જે હુમલા થયા હતા તેને ધ્યાનમાં રાખતા રથયાત્રા માટે વિશેષ સુરક્ષા બંદોબસ્ત ઉભો કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થા અંગે ઝોન 2 અને ઝોન 3ની તમામ પોલીસ સાથે સિનિયર અધિકારીઓની બેઠક મળશે. બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાને લગતા તમામ પાસાં પર ચર્ચા કરવામાં આવશે.  કોરોના કાળ બાદ અમદાવાદમાં બે વર્ષ બાદ રથયાત્રાનો લોકોત્સવ યોજાશે. આ રથયાત્રાની સુરક્ષા માટે ડ્રોન સર્વેલન્સ (Drone surveillance) તેમજ ટેકનિકલ સર્વેલન્સ દ્વાર સુરક્ષા વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઈ કરી હતી સમીક્ષા

નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ જમાલપુર ખાતે આવેલા પ્રસિદ્ધ જગ્ન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી અને રથયાત્રાની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા અંગેની ચર્ચા વિચારણા કરી હતી. આ વર્ષે રથયાત્રા 1જૂલાઈ શુક્રવારના રોજ નીકળશે.

નવા રથમાં ભગવાન ભાઈ બહેન સાથે નીકળશે નગરચર્યાએ

આ વર્ષે રથયાત્રાની વિશેષતા એ રહેશે કે ભગવાન માટે નવા રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. અખાત્રીજના દિવસથી ભગવાન માટે નવા રથ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.  રથયાત્રા અગાઉ 14 જૂનના રોજ જગ્નાનથ મંદિરેથી જળયાત્રા નીકળશે અને સાબરમતી નદી સુધી જઈને ત્યાંથી  108 જળકુંભ ભરવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમિયાન  વર્ષોથી નીકલતી રથાયાત્રા નીકળી શકી ન હતી અને   રથને માત્ર મંદિરના પ્રાંગણમાં જ ફેરવવામાં આવ્યા હતા જ્યારે  144મી રથયાત્રામાં ભકતજનોને  જોડાવાની છૂટ ન હતી. આ વર્ષે હવે  નિયતક્રમ પ્રમાણે રથયાત્રા નીકળવાની હોવાથી ભક્તજનો આનંદમાં છે

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Next Article